ધોળા દિવસે 6 ગુંડા આવ્યા અને ફાયરિંગ કર્યું, જુઓ સનસની ભર્યું વાયરલ સીસીટીવી ફૂટેજ

રાજસ્થાનના કોટા જિલ્લાના ગુમાનપુરા વિસ્તારમાં 6 સશસ્ત્ર યુવાનો દ્વારા ફાયરિંગ કર્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં, આ ઘટનાનો સનસનીખેજ વીડિયો સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડ કરાયો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બે બાઇક પર સવાર 6 યુવકો, ધોળા દિવસે પિસ્તોલથી અનેક રાઉન્ડ ફાયરિંગ કરે છે અને ત્યારબાદ આરામથી ગાડી પર બેસીને જતા રહે છે. ત્રણ યુવકો બાઇક પર સવાર હતા. તે યુવકોએ ફળ અને શાકભાજીના બજારના દુકાનદારને નિશાન બનાવતા ફાયરિંગ કર્યું હતું, પરંતુ તે છટકી ગયો હતો. જોકે, ફાયરિંગ દરમિયાન વેપારી દુકાનની અંદર હતો.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને ફાયરિંગ કરનારા યુવકોને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, હુમલો કરનાર વ્યક્તિની ઓળખ કૈલાસ મીના તરીકે થઈ છે. હકીકતમાં સોમવારે સવારે 11 વાગ્યે ત્રણ હુમલાખોરો કૈલાસ મીનાની દુકાનની બહાર આવ્યા હતા અને તેનું નામ લીધું હતું, ત્યારબાદ તે બહાર આવ્યો હતો. દરમિયાન એક હુમલાખોરે તેને નિશાન બનાવતા 5 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી, પરંતુ તે બચી ગયો હતો.
જ્યારે અનેક વખત ફાયરિંગ કર્યા બાદ પણ કૈલાસ મીના નાસી છૂટ્યો હતો, ત્યારે તમામ હુમલાખોરો બાઇક પર ભાગ્યા હતા. કૈલાસ મીના કમિશન એજન્ટ તરીકે ફળો, શાકભાજી અને અનાજ ખરીદે છે અને વેચે છે. તે કહે છે કે તેની કોઈની સાથે કોઈ દુશ્મની નથી. આટલું જ નહીં, તેણે હુમલાખોરોની ઓળખ પણ નકારી છે.
ये वीडियो न तो एजेंडाबाज पत्तलकारों के ट्विटर पर दिखेगा, ना ही कानून व्यवस्था के मुद्दे पर आए दिन झूठ फैलाने वाला राजपरिवार इस पर अपनी जुबान खोलेगा।
इसलिए क्यूंकि राज्य हर बार की तरह राजस्थान है !! pic.twitter.com/9JhyBpj5HV
— Shalabh Mani Tripathi (@shalabhmani) June 14, 2021
પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઓળખવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો કે, હજી સુધી તેમના હુમલા પાછળનો હેતુ જાહેર થયો નથી.