રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે કિવમાં ડોક્ટરોએ હોસ્પિટલમાં જ કર્યા લગ્ન, વિડીયો થયો વાયરલ
રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે કિવમાં ડોક્ટરોએ હોસ્પિટલમાં જ કર્યા લગ્ન, વિડીયો થયો વાયરલ
રશિયા-યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલામાં યુક્રેનને ઘણું નુકસાન થયું છે. રાજધાની કિવમાં રશિયાના હવાઈ હુમલામાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. રશિયા પણ સતત મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રીએ પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. એવામાં આ બધા સમાચારને વચ્ચે એક તસ્વીર અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ તેમના યુનિફોર્મમાં લગ્ન કરતા જોવા મળી રહ્યું છે. જયારે આ કપલ ડોક્ટર હોવાનું સામે આવ્યું છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો મીડિયા આઉટલેટ નેક્સ્ટા Nexta દ્વારા શેર કરવામાં આવેલ છે. જેમાં યુવા ડોક્ટરોની જોડી હોસ્પિટલની અંદર જ લગ્ન કરી લેવામાં આવ્યા છે. તેની સાથે ટ્વિટર પર વિડિયો શેર કરવાની સાથે જણાવ્યું છે કે, “કિવમાં ડોક્ટરોએ હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધેલ છે.”
❗️In #Kyiv, doctors decided to get married right in the hospital pic.twitter.com/IfUD928PrI
— NEXTA (@nexta_tv) March 1, 2022
આ વીડિયોને જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. જ્યારે કિવમાં દરેક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની સાથે મિસાઇલો ફાયરિંગ સતત ચાલી રહ્યું છે. એવામાં આ યુગલ દ્વારા લગ્ન કરવાની સાથે સાથે જીવન પસાર કરવાની કસમો ખાવામાં આવી છે. જ્યારે તેમના લગ્ન એક વ્યક્તિ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે.
તેની સાથે આ કપલની બાજુમાં એક મહિલા અને હોસ્પિટલના અન્ય લોકો પણ જોવા મળી રહ્યા હતા. લગ્ન સમાપ્ત થયા બાદ આ નવ દંપતિને લોકો દ્વારા કોમેન્ટ્સ કરીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેની સાથે યુક્રેનમાં યુદ્ધના અંત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.