જાણવા જેવું

આ ખેડૂતની અધધ આવક સાંભળીને તમને પણ નોકરી મૂકી દેવાનો વિચાર આવશે

દેશમાં ખેડૂતોની ખરાબ પરિસ્થિતિઓ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ અમે તમને બિહારના એક ખેડૂતની વાત કરવા જઇ રહ્યા છીએ જે અન્ય ખેડૂતો માટે ઉદાહરણ બની શકે છે. સમસ્તીપુર જિલ્લાથી 45 કિલોમીટર દૂર હસનપુર બ્લોકની નયાનગર પંચાયતના સુધાંશુ કુમાર પોતાની 70 વિઘા જમીનમા આધુનિક રીતે ખેતી કરે છે. આ ખેતીમાંથી તેની વાર્ષિક આવક 80 લાખ રૂપિયા છે.

સુધાંશુ કુમારે ટપક સિસ્ટમ અને માઇક્રો સ્પ્રિંકલરની મદદથી બગીચાને સિંચન કરે છે. આને લીધે લીચીના વાવેતરમાં ચોક્કસ પ્રમાણમાં તાપમાન બનાવવામાં મદદ મળે છે. સુધાંશુ કુમારે 70 વીઘામાં સિંચાઈ પર નજર રાખવા અને ખેતરમાં રહેલા છોડને ખાતર આપવા માટે વાયરલેસ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ નેટવર્ક સાથે તેમના ખેતરને જોડ્યુ છે.અહિયાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે સ્માર્ટફોન અને લેપટોપને જોડીને, વિશ્વભરમાં ક્યાંયથી પણ સિંચાઈ પદ્ધતિને નિયંત્રિત કરી આધુનિક ટેકનોલોજીથી આપણા ખેતરને સમયસર સિંચાઈ અને ખાતરો આપે છે.

ખેડૂત સુધાંશુ કુમારે 70 વીઘા જમીનમાં 27000 ફળોના વૃક્ષો વાવ્યા છે. કેરી, લીચી, જામફળ, કેળા, મોસમી, સીતાફળ અને લીંબુના વાવેતર ઉપરાંત બોર,ચીકુ અને આમલીની પણ ખેતી કરે છે. આમાંથી તેની વાર્ષિક આવક 80 લાખ રૂપિયા જેટલી છે. ખેડૂત સુધાંશુ કુમારે જણાવ્યું કે લીચીમાથી 22 લાખ રૂપિયા આવે છે. આ પહેલા કેરીનો બગીચો 13 લાખ રૂપિયામાં વેચાયો હતો. તેવી જ રીતે, 16 વિઘામાં કેળાનું વાવેતર કરવામાં આવ્યું હતું, છઠ પૂજા પહેલા 35 લાખ રૂપિયાના કેળા વેચાયા હતા. એકંદરે જોયું તો ફળની ખેતીમાં ટર્નઓવર ખૂબ વધારે છે.

ખેતીની સાથે ખેડૂત સુધાંશુ કુમારે કડકનાથ મરઘાંની ખેતી ઉપરાંત ડેરીનો ધંધો પણ શરૂ કર્યો છે. તેમના ખેતરમાં 500 ચિકન ચીક પોલ્ટ્રી ફાર્મ ખોલ્યું છે. વિવિધ જાતિની ગાય રાખીને તેઓ ડેરી પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છે.સમસ્તીપુર જિલ્લાના હસનપુર બ્લોકની નયાનગર પંચાયતના વડા સહ ખેડૂત સુધાંશુ કુમારને પણ અદ્યતન તકનીકથી ખેતી કરવા માટેના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

તેમને 2010 માં જગજીવન રામ અભિનવ કિસાન એવોર્ડ, સોસાયટી ફોર ડેવલપમેન્ટ ફોર હોર્ટિકલ્ચરનો સર્વોત્તમ કેરી ઉગાડનાર એવોર્ડ, સમકાલીન જીવવિજ્ઞાનીઓના આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમનો રોલ મોડેલ એવોર્ડ અને માધવી-શ્યામ શૈક્ષણિક ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો એવોર્ડ મળ્યો હતો. 2014 માં, મહિન્દ્રા સમૃધિના ભારત કૃષિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

આટલું જ નહીં, બિહારના સીએમ નીતીશ કુમારે સુધાંશુ કુમારની આધુનિક તકનીકની ખેતી કરવાની ચર્ચા વિશે પણ 2019 માં સાંભળ્યું છે. ખેડૂત સુધાંશુ કુમારે પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી કેરળના ટાટા ટી ગાર્ડનમાં સહાયક મેનેજર તરીકે નોકરી કરી હતી. પણ તેને તે ગમ્યું નહીં અને નોકરી છોડીને ગામમાં જઇને ખેતીકામ શરૂ કર્યું. તેમના પિતા ઈચ્છતા હતા કે તેનો પુત્ર સિવિલ સર્વિસિસ કરીને આઈએએસ બને.

સુધાંશુના પિતાએ તેમને 5 એકર જમીન ખેતી કરવા માટે આપી હતી. સુધાંશુએ 1990 થી ખેતી શરૂ કરી. ઉપજ અને આર્થિક લાભમાં વધારો કરવા માટે વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરીને આગળ વધ્યા. અત્યારે માત્ર બિહાર જ નહીં, ખેડૂત સુધાંશુ કુમાર આખા દેશમાં એક અલગ ઓળખ બની ગયા છે.

[quads id=1]

Related Articles

Back to top button