દેશ

ભગતસિંહના રોલની પ્રેક્ટિસ કરી રહેલા 10 વર્ષના માસૂમ બાળકે ગળેફાંસો લાગી જવાના કારણે જીવ ગુમાવ્યો

ઉત્તરપ્રદેશના બદાયુથી એક કરુણ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લામાં 15 મી ઓગસ્ટના રોજ થનાર દેશભક્તિના કાર્યક્રમ માટે શહીદ સરકાર ભગત સિંહનો રોલ કરવાની પ્રેક્ટિસ કરી રહેલા એક વિદ્યાર્થીનું ગળે ફાંસો લાગી જવાને કારણે મોત નીપજ્યું છે. છે. જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, મૃતક બાળકની ઓળખ 10 વર્ષના શિવમ તરીકે સામે આવી છે.

શિવમ રિહર્સલ કરવા માટે સ્ટૂલ પર ઉભો રહીને ફાંસીના ફંદા પર ચઢ્યો અને તે જ દરમિયાન સ્ટૂલ ખસી ગયું અને તેને ગળામાં ફાંસો આવી ગયો હતો. ઘટના પર હાજર બાળકો તેની મદદ ના કરી શકતા બાળકનો જીવ જતો રહ્યો હતો. પરિવારના લોકોએ કોઈ કાર્યવાહી કર્યા વગર જ તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. સીઓ સિટી ચંદ્રપાલ સિંહ આ બાબતમાં જણાવ્યું છે કે, આ પ્રકારના કોઈ બાળકનું મૃત્યુ થયું હોય તેવી માહિતી અમને હજુ સુધી મળી નથી.

નોંધનીય છે કે, બાબટ ગામમાં અમુક બાળકો ગુરુવારના ભુરા નામની વ્યક્તિના ઘરમાં રમી રહ્યા હતા. ભૂરાનો દસ વર્ષનો દીકરો શિવમ પણ તેમની સાથે રહેલો હતો. ગામના બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, તેમ છતાં શિવમ સ્કૂલ જતો નહોતો. બાળકોએ 15 ઓગસ્ટની વાત કરી અને પછી નાટક માટેની પ્રેક્ટિસ શરુ કરી દીધી હતી. ત્યાર બાદ તેમણે ભગત સિંહ બનવા માટેની પ્રેક્ટિસ શરુ કરી નાખી હતી.

આ દરમિયાન બાળકોને જોઈને શિવમ પણ જીદ કરીને ભગત સિંહ બનવા ગયો હતો. તે સ્ટૂલ પર ચઢી ગયો અને ફાંસીની તૈયાર કરી લીધી હતી. તેણે તે દરમિયાન ત્યાં હાજર બાળકોને જણાવ્યું હતું કે, તે પણ ભગત સિંહની જેમ ફાંસીએ ચડવા માંગે છે. સ્ટૂલ પડી જવાને કારણે તે લટકી ગયો હતો અને થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેની ઉંમરના બાળકો કંઈ પણ સમજી શક્યા નહોતા. શિવમ જ્યારે શાંત પડી ગયો તો ગભરાયેલા બાળકો ચીસો પાડવા લાગ્યા અને ગામના લોકો ઘરમાં ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ શિવમના માતા-પિતા પણ ત્યાં દોડી આવ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button