દેશસમાચાર

યુક્રેનમાં મેડીકલમાં અભ્યાસ કરનાર માટે આવ્યા રાહતના સમાચાર! અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મળશે MBBS ની ડિગ્રી

યુક્રેનમાં મેડીકલમાં અભ્યાસ કરનાર માટે આવ્યા રાહતના સમાચાર! અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મળશે MBBS ની ડિગ્રી

યુક્રેનમાં મેડીકલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ હેરાન છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફરી ક્યારે પરત ફરશે તે અંગે કંઈ પણ કહી શકાય નહીં. પરંતુ આ દરમિયાન ત્યાં ભણનાર MBBS વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુક્રેન સરકારે ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો નિર્ણય લીધો છે.

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મુજબ, યુક્રેનની સરકારે લાઇસન્સિંગ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને આ પરીક્ષા વિના MBBS ની ડિગ્રી મળી જશે. તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં મેડીકલ અને ફાર્મસીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને અલગ-અલગ બે પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષાને KROK-1 અને KROK-2 નામ આપવામાં આવેલ છે. મેડીકલના વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષમાં KROK-1 પરીક્ષા પાસ કરવાની હોય છે. જ્યારે છેલ્લા એટલે કે ચોથા વર્ષે તેમને KROK-2 માં પાસ થવાનું હોય છે. ત્યાર બાદ તેમને અંતિમ ડિગ્રી આપવામાં આવે છે.

KROK ની પરીક્ષા રદ

યુક્રેનની સરકારી વેબસાઈટ પર અપલોડ કરાયેલી સૂચના મુજબ, KROK-1 ને આગામી વર્ષ સુધી રદ કરવામાં આવી છે. જ્યારે KROK-2 આ વર્ષ માટે રદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની એક વિદ્યાર્થીની સુધાજ્યોતિ સિંઘાએ જણાવ્યું છે કે, આ વિદ્યાર્થીઓ માટે મોટા રાહતના સમાચાર છે. તેમને જણાવ્યું છે કે, ‘બંગાળમાં અમારી પાસે કુલ 13 વિદ્યાર્થીઓ છે. રાજ્ય સરકારે અમને પહેલાથી જ સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરાવવાનું વચન આપ્યું છે.

20 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત ફર્યા

તમને જણાવી દઈએ કે, મંગળવારે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, રશિયન આક્રમકતા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું સૌથી પડકારજનક કાર્ય પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના ઓપરેશન ગંગા હેઠળ, 20,000 થી વધુ ભારતીય નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા.

[quads id=1]

Related Articles

Back to top button