દેશ

જૂનમાં બેંકોની ફરી હડતાલ, જાણો શા માટે અને ક્યારે થઈ શકે હડતાલ….

સરકારી બેંક કર્મચારીઓએ 27 જૂને હડતાળ પર જવાની ચેતવણી આપી છે. બેંક કર્મચારીઓ તેમના પેન્શન સંબંધિત મુદ્દાઓ પર દબાણ કરવા અને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની માંગને લઈને દબાવ બનાવવા ઈચ્છે અને આ હડતાલનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. પેન્શનરો માટે પેન્શનનું અપડેટ અને રીવીઝન તથા રાષ્ટ્રીય પેન્શન યોજનાને સમાપ્ત કરવાથી લઈને અને બધા બેંક કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પુન:સ્થાપિત કરવા જેવા મુદ્દાઓ માટે રાષ્ટ્રવાપી હડતાળની ચેતવણી આપવામાં આવી છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ બેંક યુનિયનોની એક સંસ્થા દ્વારા સંભવિત હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે. આ સંગઠનોએ જાહેરાત કરી છે કે, આ દિવસે (27 જૂન) દેશભરની બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય.

દેશમાં બેંકિંગ કામગીરી 25 જૂન અને 26 જૂને સમગ્ર સ્થગિત કરવામાં આવશે કારણ કે ચોથા શનિવારના કારણે 25 જૂને બેંક રજા રહેશે અને 26 જૂને સાપ્તાહિક રજા રહેશે. એટલા માટે જો 27મી જૂને સોમવારે પણ હડતાળના કારણે બેંકો કામ નહીં કરે તો સતત 3 દિવસ બેંકોમાં કામકાજ થશે નહીં.

સરકારી ક્ષેત્રોની બેંકોએ આ હડતાળની ચેતવણી આપી છે અને જો તેને રોકવામાં નહીં આવે લોકોને જૂનના અંતિમ, અઠવાડિયામાં મોટી મુશ્કેલી થઈ શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવી રહી છે કે, જો બેંકનું કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને 25 જૂન પહેલા પતાવી દો, નહીં તો તમારું કામ 3 દિવસ સુધી અટકી શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button