Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશસમાચાર

પૈસા નહી ચૂકવતા બાળકીને ટાંકા લીધા વીના હાંકી કાઢી, સારવારના અભાવે બાળકીનું મોત થયું

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની એક ખાનગી હોસ્પિટલની અમાનવીય ઘટનાનો મામલો સામે આવ્યો છે. બાળકીની સારવાર માટે સંપૂર્ણ રકમ ચૂકવવામાં પરિવાર અસમર્થ હતો, ત્યારબાદ હોસ્પિટલ દ્વારા 3 વર્ષની બાળકીના પેટના ટાંકા લીધા વગર તેને ઓપરેશન ટેબલ પરથી બહાર કરવામાં આવી હતી. પૈસા અને સારવારના અભાવે બાળકીની તબિયત વધુ બગડવા લાગી અને આખરે તેનું મોત નીપજ્યું હતું.

પ્રયાગરાજના કારેલી વિસ્તારમાં રહેતા બ્રહ્મદિન મિશ્રાની ત્રણ વર્ષની પુત્રીને પેટની સમસ્યા હતી. માતા-પિતાએ સારવાર માટે પ્રયાગરાજના ધૂમનગંજ રાવતપૂરના એક મોટા પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. થોડા દિવસો પછી બાળકીના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું, અને ત્યારબાદ બીજું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકના પિતાના કહેવા મુજબ આ ઓપરેશન માટે દોઢ લાખ રૂપિયા લીધા બાદ પણ હોસ્પિટલના વહીવટીતંત્રે પાંચ લાખની માંગ કરી હતી.

જ્યારે પૈસા ન આપી શક્યા ત્યારે હોસ્પિટલના વહીવટીતંત્રે બાળકી સહિતના પરિવારને બહાર મોકલી દીધા અને કહ્યું કે હવે તેની સારવાર થઈ શકશે નહીર્ આ પછી, પિતા પુત્રીને ઘણી હોસ્પિટલોમાં લઈ ગયા. પરંતુ તમામ હોસ્પિટલોમાં બાળકીને દાખલ કરવા માટે ઇનકાર કરી દીધો. એવું કહેવામાં આવ્યું હતું કે છોકરીની હાલત ખૂબ જ નાજુક છે, તે બચી નહીં શકે. બાળકી જિંદગીની જંગ હારી ગઈ અને સારવારના અભાવે તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે બાળકીના ઓપરેશન બાદ ડોકટરોએ ટાંકા લીધા વગર બાળકીને સોંપી દીધી. આ કારણોસર અન્ય હોસ્પિટલે બાળકીને દાખલ કરવાની ના પાડી. બાદમાં સારવારના અભાવે બાળકીએ દમ તોડી દીધો હતો.

નિરાશ પિતાએ તેની પુત્રીની સારવાર માટે સોશિયલ મીડિયા પર ગુહાર લગાવી હતી. વિડીયોમાં પિતા ન્યાયની ગુહાર લગાવતા બાળકીનું ટાંકા લીધા વગરનું પેટ પણ દેખાડી રહ્યા છે. વિડીયો પોસ્ટ થયા પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિા પર લોકો જિલ્લા વહીવટીતંત્ર સાથે સીએમ અને પીએમથી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી રહ્યા છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈને પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુચંદ્ર ગોસ્વામીએ આ સમગ્ર ઘટના માટે તપાસ ટીમની રચના કરી છે. એડીએમ સિટી અને પ્રયાગરાજ સીએમઓની સંયુક્ત ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરશે. આ સાથે જ ડીએમે એમ પણ કહ્યું છે કે આ સમગ્ર ઘટનાના દરેક પાસાની યોગ્ય રીતે તપાસ કર્યા પછી જો કોઈ દોષી સાબિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

[quads id=1]

Related Articles

Back to top button