અનુપમા ની અભનેત્રી રૂપાલી ગાંગુલી અને બીજા પાંચ થયા સંક્રમિત, છતાં ચાલુ રખાયું શૂટિંગ
કોરોના વાયરસની અસર દેશભરમાં ચાલુ છે. છેલ્લાં કેટલાંક દિવસથી દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેમાંથી બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ પણ જપેટમાં આવી ગયા છે. આજે ‘અનુપમા’ ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આની સાથે ત્રણ અનુપમાના ત્રણ વ્યક્તિઓને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ લોકોને કોરોના કેસ પોઝિટિવ આવ્યા હોવા છતાંય શૂટિંગ ચાલુ છે. આના ત્રણ દિવસ પહેલાં આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ ત્રણ દિવસની અંદર જ અનુપમા સિરિયલના પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે.
રૂપાલીને કોરોનાના એક પણ લક્ષણ નહોતા. ત્રણ દિવસ પહેલાં તેના ઓન સ્ક્રીન દીકરાનો રોલ ભજવતા અભિનેતા આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી રૂપાલીએ આશિષે સાથે ઘણા સીન્સ શૂટ કર્યા હતા. આથી આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી રૂપાલીએ ટેસ્ટ કરાવ્યો હતો. આજે એટલે કે 2 એપ્રિલના રોજ 12 વાગે રૂપાલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રૂપાલીએ રિપોર્ટ આવ્યા પછી તેની ટીમને આના વિશેની માહિતી આપી હતી. પહેલી એપ્રિલે રૂપાલી સેટ પર આવી નહોતી. રૂપાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિરિયલને આગળ કેવી રીતે ચલાવવી તેના માટે પ્રોડ્યૂસર રાજન સાહી અને તેની ટીમ ચિંતિત છે. અત્યારે સિરિયલમાં ડિવોર્સ ટ્રેક પર ફોકસ કરવામાં આવ્યું છે, પરંતુ સિરિયલની મુખ્ય અભિનેત્રી રૂપાલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે આ ડિવોર્સ ટ્રેકમાં ફેરફાર થશે તેવું લાગી રહ્યું છે.
સુધાંશ પાંડે એટલે કે સિરિયલમાં વનરાજ શાહનો રોલ ભજવતા અભિનેતાની તબિયત પણ બે દિવસથી ખરાબ છે. તેમણે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. પરંતુ તેનો રિપોર્ટ્સ આવતીકાલે (3 એપ્રિલ) આવશે. આશિષ મેહોરાત્રા ‘અનુપમા’ માં પારિતોશ શાહનું પાત્ર ભજવતા અભિનેતા પણ છેલ્લાં કેટલાંક એપિસોડમાં જોવા મળ્યો નથી. આવી રીતે અચાનક જોવા ન મળતા દર્શકોને પણ નવાઈ લાગી હતી.
પછી એવું જાણવા મળ્યું છે કે આશિષ પણ કોરોના પોઝિટિવ છે. તે અત્યારે ઘરમાં જ રહે છે. સેટ પર એક સ્પોટબોય, લાઈટમેન અને બીજા એક ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં ‘અનુપમા’ ના સેટ પર 5 પાંચ લોકો કોરોનાની જપેટમાં આવી ગયા છે. ટેલિકાસ્ટને ધ્યાનમાં લઈને મેકર્સ અત્યારે શૂટિંગ અટાકવવા માટે તૈયાર નથી.
ટીવી અભિનેતા પારસ કલનાવત અત્યારે ટીવી સિરિયલ ‘અનુપમા’ માં સમર શાહના રોલમાં જોવા મળી રહ્યો છે. પારસનો કોવિડ 19નો ટેસ્ટ ફેબ્રુઆરીમાં પોઝિટિવ આવ્યો હતો. આગળના ઘણા દિવસોથી પારસની તબિયત પણ સારી નહોતી. પારસનો ટેસ્ટ પોઝિટિવ આવતા સિરિયલનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે પારસના પિતાનું હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું હતું.