Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
મનોરંજન

‘તારક મહેતાના કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દિશા વાકાણીની જગ્યાએ આ અભિનેત્રી ભજવશે દયાબેનની ભૂમિકા

વર્ષોથી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાહકોને મનોરંજીત કરે છે. આ શોમાં કામ કરતા કલાકારો તેમના પાત્રના નામથી ચાહકોને બોલાવવાનું પસંદ કરે છે. આ શોનું દરેક પાત્ર આઇકોનિક છે, પછી ભલે તે જેઠાલાલ હોય કે બબીતા જી, પણ એક પાત્ર છે જે પ્રેક્ષકોના દિલ પર રાજ કરે છે.

આ શોમાં દયાબેનનું પાત્ર સૌથી પ્રખ્યાત છે. દિશા વાકાણી ને આ કિરદારમાં ચાહકો ખૂબ પસંદ કરે છે. જોકે,હવે એવી ખબર આવે છે કે તેની જગ્યા આ શોમાં બીજી અભિનેત્રી લઈ શકશે . આ શોમાં દયાબેન એક યાગદાર પાત્રમાંથી એક છે. જો કે, હવે છેલ્લા 3 વર્ષથી, ચાહકો દયાબેનને સ્ક્રીન પર જોઈ શકતા નથી. આ શોમાં દયાબેન નો રોલ કરનારી અભિનેત્રી દિશા વાકાણી 3 વર્ષથી શોની બહાર છે.

તમને જણાવી દહીએ કે દિશાએ સપ્ટેમ્બર 2017 માં પ્રસૂતિ વિરામ લીધો હતો, ત્યારબાદ તે શોમાં પરત ફરી નથી. ‘હે મા માતાજી’ અને ‘ટપ્પુ કે પપ્પા’ જેવા સંવાદો અનોખી રીતે બોલવા વાળી દિશા ને ચાહકો બહુ યાદ કરે છે. તેઓએ એક વાર એક એપિસોડ માટે કેમિયો કર્યો હતો.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ઘણી વાર દિશા બદલવાના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ બધી માત્ર અફવાઓ હતી. મીડિયામાં ઘણા અહેવાલો આવ્યા છે કે નિર્માતા દયાબેનની ભૂમિકા માટે બીજી અભિનેત્રીની શોધમાં છે. ‘દયાબેન’ની ભૂમિકા નિભાવતા દિશા વાકાણીએ એવું માપદંડ નક્કી કર્યું છે કે તેની જગ્યાએ કોઈ પણ અભિનેત્રીનું સ્થાન લેવું સરળ નહીં હોય.

જોકે, ફરી એક વાર એવી ચર્ચા થઈ રહી છે કે કદાચ દિશા વાકાણી આ શોમાં પરત ફરી રહી નથી અને તેથી તેણીની જગ્યા લેવામાં આવી શકે છે. તે દરમિયાન, ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રાખી વિજન ને આ પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

એક ઇન્ટરવ્યૂ માં વાત કરતા રાખીએ કહ્યું હતું કે, “કોઈ પણ વ્યક્તિ નો દયાબેન બની શકે કેમ કે તે આઇકોન છે, પરંતુ એક તક આપવી જોઈએ.” મને તે ભૂમિકા કરવી ગમશે. હું મારા ચાહકોને ફરી એકવાર હસાવવા માંગું છું. તમને જણાવી દઈએ કે રાખી ‘હમ પંચ’ અને ‘મધુબાલા: એક ઇશ્ક એક જુનૂન જેવા હિટ શોમાં તેની કોમિક ભૂમિકા માટે ખૂબ પ્રખ્યાત થઈ હતી. આ સિવાય તેને શો ‘નાગિન 4’ માં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

[quads id=1]

Related Articles

Back to top button