સમાચાર

અમરેલીમાં જૂના જમાનાની યાદો તાજા થઇ, વરરાજો કારના બદલે બળદગાડામાં જાન કાઢીને પરણવા ગયો

લગ્ન પ્રસંગની વાત કરવામાં આવે તો હાલના સમયમાં મોંઘી ગાડી, બગીમાં જાન કાઢવાનો જમાનો રહેલો છે. તેમ છતાં અમરેલીમાં એક વરરાજાની જાન ચર્ચાનો વિષય બની છે. અમરેલીના એક ગામમાં વરરાજા કારના બદલે બળદ ગાડામાં જાન કાઢીને પરણવા ગયા હોવાની કિસ્સો સામે આવ્યો છે. જેના લીધે તેની ચારોતરફ ચર્ચાઓ થવા લાગી છે. તેના પાછળનું કારણ જૂના જમાનાની યાદો છે કેમકે જૂના જમાનામાં લોકો બળદગાડામાં બેસીને જાનને લઈને જતા હતા.

જ્યારે હાલના સમયમાં સાદું બળદ ગાડું પણ જોવા મળતું નથી ત્યારે દિતલા ગામના આ પરિવાર દ્વારા ત્રણ મહિનાની મહેનત બાદ બળદ અને ગાડાને શણગારવા માટે દેશી ભરત અને ઝૂલો સાથે જૂના જમાનાની પરંપરા જાળવવા અને નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવ્યા છે. સુરતમાં રહેનાર લલિતભાઈ ડોબરીયાએ પોતાના પુત્ર હેનિલના લગ્નની જાન બળદગાડામાં લઇ ગયા હતા. શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશી ભરતકામથી બળદગાડામાં જાન લઈને તેઓ દિતલાથી નેસડી મુકામે પહોંચ્યા હતા.

તેની સાથે હેનિલ ડોબરિયાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલ પોતાના પિતા સાથે વ્યવસાયમાં તે જોડાયેલા છે. હેનિલે તેના દાદા પાસે સાભળ્યું છે કે, પહેલાના સમયમાં બધા લોકો બળદગાડા અને ઘોડા પર સવાર થઈને પરણવા જતા હતા. હેનિલ દ્વારા પોતાના પરિવારજનો પાસે પોતાની જાન ગાડામાં લઈ જવાની ઈચ્છા વ્યકત કરવામાં આવી હતી. જેના લીધે તેમના પરિવારજનો દ્વારા પુત્રની ઈચ્છા માન આપ્યું અને બળદ ગાડાને શક્ય એટલો જૂનવાણી ટચ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

તેની સાથે વર્ષો બાદ દિતલા અને નેસડી ગામના લોકો દ્વારા બળદગાડામાં સવાર થઈને આવેલી જાન જોતા જ મોટી ઉમરના લોકોની ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ હતી. આ સિવાય લોકો દ્વારા પણ આ જાનની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button