Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ કરી મોટી જાહેરાત, કોરોનાના સામેની જંગ લડવા ભારતને આપશે આટલા કરોડ રૂપિયા

ભારતમાં દરરોજ કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશભરમાં મુશ્કેલીઓનો વરસાદ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઘણા મૈત્રીપૂર્ણ દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે અને હવે ગૂગલ કંપનીએ પણ ભારતને મદદ કરવા માટે 135 કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ જાતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

સુંદર પિચાઇના ટ્વિટ મુજબ, ‘ભારતમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ગૂગલે 135 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ ભંડોળ ‘Give India’ અને યુનિસેફ દ્વારા ભારતને આપવામાં આવશે.

GiveIndia ને આપવામાં આવેલ ભંડોળથી તે લોકોને આર્થિક મદદ કરવામાં આવશે જે કોરોનાના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેથી તેઓ તેમના રોજિંદા ખર્ચ ઉઠાવી શકે. ત્યાર બાદ યુનિસેફ દ્વારા ઓક્સિજન અને ટેસ્ટિંગ સાધનો સહિત અન્ય તબીબી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ગૂગલના કર્મચારીઓ પણ ભારત માટે દાન એકત્ર કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગૂગલના 900 કર્મચારીઓએ 3.7 કરોડનું ભંડોળ એકઠું કર્યું છે.

તમને જણાવી દઈએ કે, રવિવારે ભારતમાં કોરોનાના સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. કોઈ પણ દેશમાં એક દિવસમાં આવેલ સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાના કારણે 2800 થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. ભારતમાં કોરોનાને કારણે આ સૌથી વધુ મોત છે.

[quads id=1]

Related Articles

Back to top button