પુતિનનો નવો પ્લાન, રિપોર્ટમાં દાવો – યુક્રેનિયનોને ખુલ્લેઆમ ફાંસી આપવાનું યોજના બનાવી રહ્યું રશિયા
પુતિનનો નવો પ્લાન, રિપોર્ટમાં દાવો – યુક્રેનિયનોને ખુલ્લેઆમ ફાંસી આપવાનું યોજના બનાવી રહ્યું રશિયા
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ સતત ચાલી રહ્યું છે. રશિયન સૈનિકો સતત યુક્રેનના વિવિધ શહેરોને નિશાના બનાવી રહ્યા છે. આ દરમિયાન રશિયાની યોજના અંગે મોટો ખુલાસો થયો છે. રશિયા યુક્રેનમાં મનોબળ તોડવા માટે જાહેરમાં ફાંસીની યોજના બનાવી રહ્યું છે. બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ, લીક થયેલા દસ્તાવેજો કથિત રીતે સૂચવે છે કે, રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ લોકોનું મનોબળ નિરાશ કરવા માટે યુક્રેનિયન શહેરોમાં જાહેરમાં ફાંસીની સજા આપવાની યોજનાની તૈયારી કરી રહ્યું છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે ખૂબ જ ગંભીર અને ભયંકર પ્લાન તૈયાર કર્યો છે. રશિયા મનોબળ તોડવાના પ્રયાસમાં યુક્રેનિયન શહેરોમાં યુક્રેનિયનોને ખુલ્લેઆમ ફાંસી આપવાની યોજનાઓ બનાવી શકે છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક અનામી યુરોપીયન ગુપ્તચર અધિકારીના જણાવ્યા મુજબ, રશિયા વિરોધીઓ પર તોડફોડ કરવા માટે જાહેર ફાંસીની યોજનાને અંજામ આપી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના લોકોનું મનોબળ તોડવાનો છે.
રિપોર્ટર કિટી ડોનાલ્ડસને ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “એજન્સી યુક્રેનિયન લોકોનું મનોબળ તોડવા માટે હિંસક ટોળાને નિયંત્રણ અને વિરોધીઓની દમનકારી અટકાયતની પણ યોજના બનાવી રહ્યું છે.” રશિયન સૈનિકોએ સતત 10 મા દિવસે યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. શુક્રવારે યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાના સમાચાર આવ્યા હતા અને તેમાંથી ધુમાડો નીકળ્યો હતો, જેના પછી દુનિયાભરમાં ચિંતા વધી ગઈ હતી.