Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

અમદાવાદની આ વિકલાંગ મહિલા રિક્ષા ચલાવીને પૂરો કરે છે ઘર ખર્ચ, ગરીબ માતા પિતા માટે બની ગઈ છે ઘડપણની લાકડી…

આજના સમયમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનો તફાવત સમાપ્ત થઈ ગયો છે. કારણ કે છોકરીઓ તે બધાં કામ કરી શકે છે જે છોકરાંઓ કરે છે. કેટલાક સ્થળોએ તે છોકરાઓને પણ પાછળ છોડી દે છે. છોકરીઓ આજે દરેક સાથે ખભા થી ખભી મિલાવીને ચાલે છે. આવી સ્થિતિમાં આજનો આ લેખ એક એવી યુવતીની વિશે છે, જે દિવ્યાંગ હોવા છતાં છેલ્લા એક વર્ષથી તેના પિતાના કેન્સરની સારવાર માટે ઓટો ચલાવે છે અને આ રીતે તે અમદાવાદની પ્રથમ દિવ્યાંગ મહિલા ઓટો ડ્રાઈવર બની છે. સુરત શહેરની અંકિતા શર્મા તેના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. અર્થશાસ્ત્રમાંથી સ્નાતક થયા પછી, તેણે અમદાવાદના કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

તે દરમિયાન તેના પિતાને કેન્સર થયું, જેના માટે તેને રજા લઇને ઘરે જવું પડ્યું. અહીંની નોકરીથી થતી આવક પણ તેમની સારવાર માટે પૂરતી નહોતી. અંકિતા કહે છે કે 12 કલાક કામ કર્યા પછી, તેને 12000 નો પગાર મળતો હતો. બધું વિચારીને તેણે બીજી નોકરી માટે અરજી કરવાનું શરૂ કર્યું. પરંતુ તે ક્યાંય સફળ થઈ શકી નહીં. પોતાની અપંગતાને કારણે તેને ઘણી જગ્યાએ નિરાશાનો અનુભવ પણ થયો હતો.

અંકિતાએ તેના પિતાની સંભાળ રાખવા માટે નોકરી છોડી દીધી હતી, પરંતુ પૈસાના અભાવે કેન્સરની સારવાર જરાય શક્ય નહોતું. નવી કંપનીઓ તેમને લઈ રહી ન હતી અને જૂની કંપની છોડી દીધી હતી. આવી સ્થિતિમાં અંકિતાએ સંજોગોથી ડર્યા વિના ઓટો રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું હતું. અંકિતાને તેના મિત્ર ‘લાલજી બારોટ’ દ્વારા ઓટો ડ્રાઇવિંગ શીખી હતી.

‘લાલજી’ પોતે પણ દિવ્યાંગ છે અને ઓટો ચલાવે છે. તેના મિત્રએ તેને ઓટો શીખવવા સાથે કસ્ટમાઇઝ્ડ ઓટો મેળવવા માટે પણ મદદ કરી હતી. જેમાં બ્રેક હાથ દ્વારા મેનેજ કરવામાં આવે છે. આજે અંકિતા મિત્રના સપોર્ટ અને તેના નિર્ધાર અને સખત મહેનતને કારણે 8 કલાક ઓટો ચલાવીને દર મહિને 20,000ની કમાણી કરી રહી છે.

આ રીતે, અંકિતા તેના પિતાને યોગ્ય રીતે સારવાર આપવામાં સક્ષમ છે અને ભવિષ્યમાં તે પોતાનો ટેક્સી વ્યવસાય કરવાની યોજના બનાવી રહી છે. અંકિતા તે બધા લોકો માટે એક પાઠ છે જે છોકરીઓને નબળી માને છે અને તેઓને લાગે છે કે છોકરીઓ ઘરે જ રહેવા માટે બનાવવામાં આવી છે. જે કંઇક અલગ કરવા માંગે છે તે બધા માટે પ્રેરણા છે.

[quads id=1]

Related Articles

Back to top button