Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
રાજકારણસમાચાર

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ દ્વારકાના જામરાવલ ખાતે એક જ સંવાદ કાર્યક્રમમાં ભાજપ પર કાર્ય આકરા પ્રહાર.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ દ્વારકાના જામરાવલ ખાતે એક જ સંવાદ કાર્યક્રમ માં હાજરી આપી અને જનતાને સંબોધતા જણાવ્યું કે હું જ્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યો હતો ત્યારે અમુક લોકોએ મને રસ્તામાં ઉભો રાખીને એમની એક સમસ્યા ની જાણકારી આપવા માગતા હતા તમે એમની સામે થી જ પૂછી લીધું કે શું તમે સાની ડેમની વાત કરવા માંગો છો? તે લોકો એ જણાવ્યું કે હા એ સાની ડેમ ની જ વાત કરવા માંગે છે. તો મેં એ લોકોને સામેથી કહી દીધું કે ફક્ત ત્રણ-ચાર મહિના સહન કરી લો કારણ કે એ પછી જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે આવી એક નહીં પણ પચાસ સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવશે.

અમે જનતાને આવી રીતે સીધી ગેરન્ટી આપીએ છીએ કારણ કે અમારી નિયત સાફ છે. પ્રજાના કામ કરવા માટે ઇચ્છાશક્તિ જરૂરી છે, તાકાત જરૂરી છે, સાફ નિયત હોવી જરૂરી છે અને આ બધું જ આમ આદમી પાર્ટીની અંદર મોજુદ છે આજ કારણથી અમે લોકોને ગેરંટી આપી શકીએ છીએ અમે તેમના કલ્યાણના કામો કરીશું. અમુક લોકોએ વાયદા કર્યા હતા કે લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવામાં આવશે પરંતુ એ લોકોએ જનતાને આ રૂપિયા આપવાની જગ્યાએ તેમના નજીકના ઉદ્યોગપતિઓની 11 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી.

મેં આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી આખામાં 73000 કિલોમીટરનો પ્રવાસ કરીને આખા ગુજરાત ની સમસ્યાઓ જાણી છે. મેં જોયું છે કે મા-બાપ કાળી મજૂરી કરીને બાળકોને ભણાવે છે અને એક સારી અને સાધારણ નોકરી મળી જાય એ માટે પોતાના બાળકને ગાંધીનગરમાં સરકારી પરીક્ષાઓના ક્લાસ કરવા માટે મોકલે છે. અને જ્યારે દિવસ રાત મહેનત કરીને તેમનો દીકરો કે દીકરી સરકારી પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે ટીવીમાં સમાચાર આવતા હોય છે કે ફલાણી ભરતીનું પરીક્ષાનું પેપર ફૂટી ગયું. આના કારણે યુવાનોમાં ઘોર નિરાશા ફેલાઇ ગઇ છે.

એ પછી પણ ભાજપ વાળા શું કરે છે જાણી લો, જ્યારે બાળકો સરકારી નોકરી માટે ફોર્મ ભરે છે ત્યારે પોતાનો મોબાઈલ નંબર આપતા હોય છે. અને દરેક પરીક્ષામાં આઠ-દસ લાખ યુવાનો ફોર્મ ભરતા હોય છે અને જ્યારે પેપર ફૂટી જાય છે ત્યારે એ મોબાઇલ નંબરના આધારે ભાજપના લોકો તેમનો સંપર્ક કરીને તેમને ભાજપના સભ્યો બનાવવાનું ખરાબ કામ કરે છે. પછી આવા યુવાનોને ભાજપ પોતાના whatsapp મેસેજ ફોરવર્ડ કરવા માટે વગર પૈસે કામે લગાડી દે છે. આ બધી વાતો મને ભાજપના લોકો એ જ કહી છે કે કઈ રીતે યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમનો ઉપયોગ કરે છે. ગંભીર બાબત છે. લોકોએ ભાજપના આવા ષડયંત્રોથી બચીને રહેવાની જરૂરત છે. જોકે લોકોએ હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભાજપને ઉધાડી પાડવા માટે અને લોકોને બચાવવા માટે આમ આદમી પાર્ટી હવે મેદાનમાં ઉતરી ચૂકી છે.

સાની ડેમ બનાવાની ભાજપમાં હિંમત નથી પરંતુ હું અહીંના લોકોને ખાત્રી આપવા માગું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બની ગઈ તો આવતા ચોમાસા સુધી માં સાની ડેમ બનીને તૈયાર હશે. એની સાથે સાથે સ્કૂલોની પણ કાયાપલટ કરી દેવામાં આવશે. હાલ ની સ્કૂલો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાજપ જાણી જોઇને એવી સ્કૂલનું નિર્માણ કરે છે કે જેમાં ગરીબ અને સામાન્ય લોકોના બાળકો ભણી જ ન શકે અને સમય જતા ભાજપ તેમને મજૂરોની જેમ ઉપયોગ કરી શકે. ભાજપના લોકોએ ઈચ્છા જ નથી કે ગુજરાતના બાળકને સારું શિક્ષણ મળે. ભાજપના આવા ષડયંત્રોને હવે ચલાવી લેવામાં આવશે નહિ. ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવનાર બાળક પછી એ રાવળ સમાજ નો હોય કે દલિત સમાજનો દરેક બાળક ભણી ગણીને આગળ વધે અને મોટા કલેકટર જેવા પદો પર બેસે એવું મારું સપનું છે.

[quads id=1]

Related Articles

Back to top button