અમદાવાદમાં વૈષ્ણવ દેવી સર્કલ પાસે એસ.જી. હાઇવે પર 100 વિઘામાં 1000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બનવા જઈ રહ્યું છે. જેની સમગ્ર જવાબદારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હસ્તગત છે. આ ઉમિયા ધામ એક પાટીદાર સમાજ માટે આસ્થાનું પ્રતીક બનશે. જેને લઇને હાલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ છે. આ માં ઉમિયા મંદિરનો શિલાન્યાસ 28-29 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
એસ. જી. હાઇવે પર આવેલા આ મંદિરનું સમગ્ર સંચાલન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મંદિર 1000 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જે દુનિયાના સૌથી મોટા મંદિર તરીકે નામના મેળવશે.
આ મંદિર આશરે 100 વીઘા જમીનમાં તૈયાર કરવામાં આવશે. જેમાં બધી જ સુવિધાઓ અત્યાધુનિક રહેશે. આ સિવાય આવું એક પણ મંદિર પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું નથી, જેના લીધે આ મંદિર દુનિયાનું સૌથી મોટું મંદિર ગણાશે.
28 તથા 29 ફેબ્રુઆરી 2020ના દિવસે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 3 લાખ ભક્તો આવ્યા હતા. આ સિવાય દિગ્ગજ નેતાઓ, રાજકારણીઓ, મહંતો, સંતો વગેરે આવ્યા હતા. આ વિશેષ પ્રસંગે મહંત સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.