દરિયાઈ માર્ગે થી ઘૂસણખોરી કરતાં 8 પાકિસ્તાની 150 કરોડના હેરોઇન સાથે ઝડપાયા, કચ્છ નજીક ની ઘટના
ગુજરાતમાં કચ્છની સરહદે આવેલ દરિયાઈ વિસ્તારમાંથી અવાર નવાર પાકિસ્તાનીઓ ઘૂસણખોરી કરતા હોય છે. ત્યારે વધુંમાં ફરી એક વાર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 8 પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આયા છે. સાથેજ તેમની પાસેથી દોઢ કરોડની કિંમતનો ડ્રગ્સ પણ જમા કરવામાં આનવ્યો છે.
30 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાયા છે. આ મામલે કોસ્ટગાર્ડને માહિતી મળી હતી કે પાકિસ્તાનથી નુહ નામની બોટ આવી રહી છે. જે બાતમીને આધારે કોસ્ટગાર્ડની ટીમે તે બોટને શોધી કાઢી અને તેને અટકાવી હતી. બોટમાં આઠ જેટલા પાકિસ્તાનીઓ હતા. જેમની પાસેથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ કોસ્ટગાર્ડ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે.
આરોપીઓ કચ્છ નલિયા તાલુકાના જખૌ બંદર પર બોટ લઈને આવ્યા હતા. જ્યા કોસ્ટગાર્ડની ટીમે તેમને ઝડપી પાડ્યા. પકડાયેલા ઘૂસણખોરો સામે કાયદેસરની કાર્યવાહી માટે કચ્છના નલિયા તાલુકાના જખૌ બંદર પર લઈ આવવા રવાના થઈ ગયાનું જાણવા મળ્યું છે.દરયાઈ માર્ગે ઘૂસણખોરો આવી રહ્યા હતા. જે બાબતે ગુજરાત એટીએસને માહિતી મળી હતી.
સાથેજ કોસ્ટગાર્ડની ટીમને પણ આ મામલે બાતમી મળી જેથી બંનેએ ભેગા મળીને આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જે વિસ્તારમાં આરોપીઓ ઘૂસણખોરી કરી હતી તે વિસ્તાર ભારતીય તટ રક્ષકદળ અંદર આવતો હતો. જેથી કોસ્ટગાર્ડની મદદ લઈને આ ઓપરેશન સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું. સાથેજ 30 કિલો જેટલો ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યો.
કોસ્ટગાર્ડે ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો ત્યારબાદ એવી માહિતી સામે આવી છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 150 કરોડ છે. સાથેજ ઝડપાયેલા ઘૂસણખોરો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આ ડ્રગ્સનો ડથ્થો જખૌ બંદર પર તેઓ આપવાના હતા. જે શખ્સને તેઓ ડ્રગ્સ આપાવાના હતા તે શખ્સ કોણ છે છે તે મુદ્દે પણ કોસ્ટગાર્ડને માહિતી મળી ગઈ છે.
ઉલ્લેખનીય છે ગુજરાતની ફરતે 1600 કીમો લાબી દરિયાઈ સીમા છે. જે સીમા ઓળંગીને પાકિસ્તાનીઓ અવાર નવાર ઘૂસણખોરી કરતા હોય છે. 2 વર્ષ પહેલા પણ કચ્છના દરિયાઈ વિસ્તારે કરોડો રૂપિયાનો ડ્રગ્સ લઈને ઘૂસણખોરો આવ્યા હતા. પરંતુ કોસ્ટગાર્ડની ટીમને જોઈને તેમણે તે ડ્રગ્સ દરિયામાં ફેકી દીધો હતો. જેમાંથી અમુક પ્રમાણમાં ડ્રગ્સ શોધી લેવામાં આવ્યો હતો.