Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાત

શ્રાવણ મહિનામાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં વરસાદ ઘણો સારો પડી ગયો જે હવામાન ખાતાની માહિતી પ્રમાણે 30 ટકા જેટલો કહી શકાય છે જે ગયા ચોમાસા કરતાં ઓછો છે. વરસાદ પડતાં ઘણી તકલીફો વેઠવી પડી હતી. અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક નુકશાન થયું હતું. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આ વર્ષનું ચોમાસું મધ્યમ છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં આ ઋતુનો 30 થી 40 ટકા જેટલો વરસાદ પડી ગયો છે અને હજી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જે 30 કે 31 જુલાઇ એ થશે.

પરંતુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 30 જુલાઇ પછી ભારે વરસાદ પડશે અને ઓગષ્ટમાં બેસતો શ્રાવણ મહિનો જેમ સોમવારથી શરૂ થાય છે અને શુક્ર ગ્રહ જે કન્યા રાશિમાં પ્રવેશી રહ્યો છે તે જોતાં સૌરાષ્ટ્રમાં ગયા વર્ષ કરતાં સારો વરસાદ પડશે. પરંતુ હાલ હવામાનને લીધે વાતાવરણમાં ફેર બદલ થતો રહે છે જેના લીધે આવનાર ત્રણ દિવસોમાં ફરી વરસાદ પડશે. આ માસમાં સારા વરસાદથી ખેડૂતને કૃષિ પાકમાં ઘણો લાભ થયો છે.

વધુમાં એમણે  જણાવ્યું હતું કે 30 જુલાઈ પછી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે,કારણ કે બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર ઉભું થયું છે.આ લો પ્રેશરને લઈને વરસાદનું ભારણ વધારે સક્રિય થશે, જેમાં ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ તરફથી ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે, આ ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધી શકે છે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડશે જેના લીધે આ આવનાર દિવસોમાં ગુજરાતના અમુક ભાગોમાં સારા વરસાદની  જાણકારી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.

 

[quads id=1]

Related Articles

Back to top button