Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતદક્ષિણ ગુજરાત

ગુજરાતના દરેક ઘરને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળશે : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20 જુલાઈ ની રાત્રે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન પ્રમુખ કિશોરભાઈ દેસાઈ અને સાથી નેતાઓ તથા કાર્યકરો એ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને રાત્રે કેજરીવાલ જી એ રાજ્યના નેતાઓ સાથે સંગઠન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

ત્યારબાદ આજે 21મી જુલાઇ એ બપોરે 1 વાગે અરવિંદ કેજરીવાલ સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ હોલ (કતારગામ) પહોંચ્યા અને ગુજરાત ની જનતા ને ભેટ સ્વરૂપે સરકાર બન્યા બાદ ની પ્રથમ ગેરંટી જાહેર કરતા કેજરીવાલ જી એ કહ્યું કે, છેલ્લા 2 મહિના થી ઘણી વાર ગુજરાત આવવાનો મોકો મળ્યો છે. અને દરેક વખતે મને ગુજરાત ની જનતા તરફથી સહર્ષ પ્રેમ મળ્યો છે તે બદલ હું ગુજરાતની જનતા નો આભારી છું.

ભાજપના કારણે ગુજરાતના લોકો મોંઘી વીજળી થી પરેશાન છેઃ અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં 27 વર્ષ થઇ ગયા છે એક જ પાર્ટી ને શાસન કરતા કરતા, 27 વર્ષ સુધી શાસન માં રહેતા ભાજપ ને ઘમંડ આવી ગયો છે, હવે ભાજપ પાસે કોઈ નવા આઈડિયા પણ નથી બચ્યા કે હવે શું કરવાનું છે, તેમને જે કંઈ કરવાનું હતું તે કરીને જ બેઠા છે. પરંતુ, હવે ગુજરાત બદલાવ માંગે છે. પાછલા ઘણા મહિનાઓથી ગુજરાત આવા જવાનું થયું છે, લોકો ને મળવાનું થયું છે, લોકોની સમસ્યાઓ સાંભળી છે, ગુજરાત ની જનતા નો અવાજ સાંભળ્યા બાદ અમને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં વીજળી ખુબ જ મોંઘી છે. અહીંયા લોકો મોંઘા વીજળી ના બિલ થી વધુ પરેશાન છે.

ગુજરાતના લોકોને પણ દિલ્હી અને પંજાબની જેમ મફત વીજળી જોઈએ છેઃ અરવિંદ કેજરીવાલ

દિવસે ને દિવસે બસ મોંઘવારી વધતી જાય છે, પરંતુ કોઈ નું વેતન વધતું નથી. ગુજરાતમાં લોકોને ઘર ચલાવવું અઘરું થઈ ગયું છે, આ બધી મોંઘવારી વચ્ચે લોકો માટે સૌથી વધારે અઘરા છે વીજળી ના વધતા ભાવ. ગુજરાત ના લોકો એ મને કહ્યું કે દિલ્હી માં વીજળી મફત છે, હમણાં 1 જુલાઈ થી સરકાર બન્યા ના ફક્ત 3 મહિના માં જ પંજાબ માં પણ વીજળી મફત થઈ ગઈ છે, હવે અમને ગુજરાત માં પણ વીજળી મફત જોઈએ છે. ગુજરાત ની જનતા નું માન રાખતા, તેમની સૌથી મોટી સમસ્યા સાંભળતા અમે પહેલી ગેરેંટી વીજળી ના મુદ્દે લઈને આવ્યા છે.

ઘણી બધી પાર્ટી ઓ આવે છે અને કહે છે કે અમારો મેનીફેસ્ટો છે, અમારું સંકલ્પ પત્ર છે, પરંતુ ચૂંટણી બાદ કોઈ જનતા માટે કંઈ કરતુ નથી, સંકલ્પ પત્ર ક્યાંય કચરાના ડબ્બા માં જોવા મળે છે, પાર્ટી એ કરેલા વાયદાઓ વિશે પૂછીએ તો તેઓ કહે છે કે એ તો ફક્ત ચૂંટણી માટે નો જુમલો હતો. પરંતુ અમને મત રાજનીતિ કરતા નથી આવડતી, અમે જે કહીએ છીએ એ કરીએ છીએ, અમે જે અંદર છીએ એ જ બહાર છીએ એટલે જ ગુજરાત ની જનતા માટે ગેરેંટી લઈને આવ્યા છીએ. જેમ કોઈ સામાન ની ગેરેંટી હોય અને તે ખરાબ નીકળે તો પૈસા પાછા મળે એમ જ જો અમારી આમ આદમી પાર્ટી ની સરકાર જનતાને આપેલી ગેરેંટી પુરી ના કરે તો તમે બીજી વાર મત ના આપતા.

ગુજરાતના દરેક ઘરને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળશેઃ અરવિંદ કેજરીવાલ

દરેક ઘરને 2 મહિનાના વીજળી બિલમાં 600 યુનિટ મફત વીજળી મળશેઃ અરવિંદ કેજરીવાલ

‘આપ’ની સરકાર બન્યા બાદ સમગ્ર ગુજરાતમાં પાવર કટ વિના 24 કલાક વીજળી આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

‘આપ’ની સરકાર બન્યા બાદ 31 ડિસેમ્બર પહેલા ના વીજળી ના બિલો માફ કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

હું ગુજરાત ની જનતા ને પ્રથમ ગેરેંટી વીજળી પર આપવા માંગુ છું. વીજળી ની ગેરેંટી માં મુખ્ય 3 વાયદાઓ છે.

1) દિલ્હી અને પંજાબ ની જેમ ગુજરાતમાં પણ દર મહિને ઘર દીઠ 300 યુનિટ વીજળી મફત.
2) ગુજરાતના તમામ ગામડાઓ અને શહેરમાં પાવર કટ વગર 24 કલાક વીજળી.
3) 31 ડિસેમ્બર સુધીના બધા જુના ઘરેલુ વીજળી બિલ માફ કરવામાં આવશે.

આખી દુનિયામાં આજ સુધી કોઈએ મફત અને 24 કલાક વીજળી નથી કરી, આ જાદુ ફક્ત મારી પાસે છે, બીજું કોઈ જાણતું નથી કે તે કેવી રીતે કરવું: અરવિંદ કેજરીવાલ

કેજરીવાલ જી એ આગળ કહ્યું કે, વીજળી ની ગેરેંટી ફક્ત વાયદાઓ નથી, આ એ સત્ય છે જે અમે દિલ્હી અને પંજાબ માં કરી બતાવ્યું છે. આ એ વાયદા ઓ છે જે કરી બતાવ્યા છે, કરતા આવડે છે અને કરવાની નિયત છે. વીજળી પર ની પ્રથમ ગેરેંટી ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બન્યા બાદ ના ફક્ત 3 મહિના ની અંદર જ પુરી કરવામાં આવશે. આખી દુનિયામાં આજ સુધી 24 કલાક અને મફત વીજળી કોઈએ કરી નથી, બીજા કોઈ નેતા ને આ વ્યવસ્થા કરતા આવડતું નથી, ઈશ્વરે આ વિદ્યા માત્ર મને જ આપી છે, ફક્ત મારી પાસે આ જાદુ છે.

ઘણા બધા એવા લોકો છે જેના ખોટા વીજળી ના બિલ આવેલા છે, મોટી રકમ હોવાને કારણે તેઓ વીજળી ના બિલ ભરી નથી શકતા, અને બિલ ઓછા કરવા જાય તો ત્યાં પણ તેમની પાસે પૈસા માંગવામાં આવે છે, પરંતુ આ ગેરેંટી આપીને અમે એવી વ્યવસ્થા સ્થાપિત કરવા જઈ રહ્યા છે જેનાથી હવે આ બધા લોકો ચેન થી શ્વાસ લેશે, તેમના બિલ ઓછા કરવાના ધક્કા પુરા થઇ જશે.

આમ આદમી પાર્ટી ને જે સમર્થન મળી રહ્યું છે તેના આધારે હું કહી શકું છું કે અમે ગુજરાતમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએઃ અરવિંદ કેજરીવાલ

કેજરીવાલ જી એ કહ્યું કે, ગુજરાત ની જનતા ની જેટલી પણ સમસ્યાઓ અમારી સામે આવી છે, તે બધા મુદ્દા પર અમે ગેરેંટી લાવતા રહીશું. જે પ્રમાણે ગુજરાતની જનતા તરફથી પ્રેમ મળી રહ્યો છે, જેવો વિશ્વાસ આમ આદમી પાર્ટી માટે જોવા મળી રહ્યો છે, તે પર થી હું કહી શકું છું કે અમે ગુજરાતમાં ફક્ત સરકાર નહિ બનાવી એ પરંતુ દિલ્હી અને પંજાબ ની જેમ બહુમત થી જીતીને જનતા માટે ગુજરાત માં સરકાર બનાવશું.

ખેડૂતોની વીજળીની સમસ્યા ના ઉકેલ સાથે હું ટૂંક સમયમાં પાછો આવીશઃ અરવિંદ કેજરીવાલ

ત્યારપછી અરવિંદ કેજરીવાલ જી એ ખેડૂતો ની વીજળી પર બોલતા કહ્યું કે, અમે ખેડૂતો ની વીજળી ની સમસ્યાનો ઉકેલ લઈને ફરી આવીશું અને તે દિવસે માત્ર ખેડૂતો ની વીજળી ની સમસ્યાનો ઉકેલ આપીશું.

અરવિંદ કેજરીવાલ જી એ વધુમાં કહ્યું કે ગુજરાતમાં વીજળી ની કિંમત જર્ક જ નક્કી કરે છે, તેમાં જે પણ વીજળી ના ભાવ હશે તે અમે જનતાને સબસીડી ના રૂપમાં પરત આપીશું અમે જનતાને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમારી વીજળી મફત માં આવશે, તમામ ટેકનિકલ બાબતોનો બોજ અમે ઉપાડી લઈશું, જનતાએ ચિંતા કરવાની જરૂર નથી.

દિલ્હીમાં મફત વીજળી નો કોઈ વિરોધ નથી કરતુ, ફક્ત ભાજપ વાળા મફત વીજળી નો વિરોધ કરે છે. એટલે અમે એ લોકો માટે પણ એક સુવિધા તૈયાર કરી છે કે જેને પણ મફત વીજળી ના જોઈતી હોય એ લેખિત માં આપી દે, 1 ઓક્ટોબર થી અમે એ લોકોને મફત વીજળી આપવાનું બંધ કરી દઈશું.

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી રહેશેઃ અરવિંદ કેજરીવાલ

વીજળી પર ની ગેરેંટી પુરી પાડવા માટે અમારે બીજી કોઈ જગ્યા એ થી રેવેન્યૂ જનરેટ કરવાની જરૂર નથી, અત્યારે ગુજરાત માં મદ્યપાન નિષેધ છે, તો અમે પણ ગુજરાત માં મદ્યપાન નિષેધ લાગુ જ રાખશુ પરંતુ કોઈને પણ ગેરકાનૂની દારૂ વેચવા નહિ દઈએ. અમે ઈમાનદાર લોકો છીએ, અમારી પાર્ટી ને ગેરકાનૂની દારૂ વહેચીને ફંડ ભેગું કરવાની જરૂર નથી.

જો મફતમાં રેવડી લોકોમાં વહેંચવામાં આવે તો તેને ભગવાન નો પ્રસાદ કહેવાયઃ અરવિંદ કેજરીવાલ

કેજરીવાલ જી એ વડાપ્રધાન જી ના રેવડી વાળા કથન પર પોતાની ટિપ્પણી આપતા કહ્યું કે, જે રેવડી જનતા માં મફત માં વેચવામાં આવે એને ભગવાન નો પ્રસાદ કહેવાય. મફત માં સારી શિક્ષણ વ્યવસ્થા આપવી, સારી આરોગ્ય વ્યવસ્થા આપવી, મફત વીજળી આપવી, મહિલાઓને મફત માં બસ મુસાફરી આપવી, એ બધી જ સુવિધાઓ જનતા માટે ભગવાન ના પ્રસાદ સમાન છે. પરંતુ જે પોતાના મિત્રો ને મફત રેવડી આપે છે એ પાપ છે, જે તેમના મંત્રીઓ ને મફત રેવડી આપે છે એ પાપ છે, જે લોકો એમ કહે છે કે મંત્રીઓ ને મફત વીજળી મળવી જોઈએ અને જનતા ને નહિ એ પાપ છે. પરંતુ હું એમ કહું છું કે, જો મંત્રીઓ ની વીજળી ફ્રી થશે તો જનતા ની પણ વીજળી ફ્રી થશે.

ફ્રી રેવાડી ના નામે ભાજપના લોકો પોતાના મિત્રો ને મદદ કરે છે, તેને પાપ કહેવાયઃ અરવિંદ કેજરીવાલ

મારે ભાજપ સરકાર થી બસ એટલું જ પૂછવું છે કે, એમને ચૂંટણી વખતે હિમાચલ પ્રદેશ માં વીજળી અને પાણી મફત કરવાનું કહ્યું, મહિલાઓ નું ભાડું અડધું કરવાનું કહ્યું, પશ્ચિમ બંગાળના ચૂંટણી વખતના મેનીફેસ્ટો માં જનતા ને 200 યુનિટ વીજળી મફત આપવાનું કહ્યું તો ગુજરાત ના લોકો થી ભાજપ ની શું દુશ્મની છે? જ્યારે ગુજરાતમાં મફત વ્યવસ્થા આપવાની વાત થાય તો ભાજપ વાળા તેણે રેવડી કેમ કહેવા લાગે છે? જ્યારે મેં ભાજપ ના એક વ્યક્તિ ને પૂછ્યું કે ગુજરાત માં બધાને સુવિધા આપવાથી આટલી સમસ્યા કેમ? તો તેમણે કહ્યું કે ગુજરાત ના લોકો ક્યાંય જવાના નથી, તેમને મફત સુવિધાઓ ની જરૂર નથી, ગુજરાત માં તો ભાજપની જ સરકાર આવશે. હું ગુજરાતના લોકો ને કહેવા માંગુ છું કે, હવે સમય આવી ગયો છે તમારી તાકાત બતાવવાનો, હવે તમારો વારો છે આમ આદમી પાર્ટી ને મત આપી ભાજપને કરારો જવાબ આપવાનો.

આમ આદમી પાર્ટી ગુજરાત

[quads id=1]

Related Articles

Back to top button