Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતસમાચાર

જામનગર ના આ યુવકે છ લાખની વાર્ષિક નોકરી છોડી શરૂ કરી ખેતી, હવે મહિને કરે છે લાખોની કમાણી

  • યુવા ખેડૂત સ્ટ્રોબેરી, ઝુકીની, બ્રોકલી જેવી અતિ આધુનિક બાગાયતી ખેતીથી સફળતાના શિખરો સર કરી રહ્યો છે.

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલ આણંદપર ગામમાં યુવાન વિશાલભાઈ જેસડાએ વર્ષે 6 લાખના પેકેજની નોકરી છોડી ખેતી તરફ મળ્યા હતા. ત્યારે આ યુવા ખેડુત સ્ટ્રોબેરી, ઝુકીની અને બ્રોકલી જેવી અતિ આધુનિક બાગાયતી ખેતીથી સફળતાના શિખરો શિખરો સર કરી ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

નવા બાગાયતી પાકો અને વૈશ્વિક કક્ષાના એકઝોટીક વેજીટેબલ્સની કાલાવડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઇ જેસડીયા ખેતી કરી રહ્યા છે. 1 વીઘામાંથી માત્ર 2 માસમાં 3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરી બે લાખથી વધુ વળતર પણ મેળવી રહ્યા છે. સરકારની વાવણીથી વેચાણ સુધીની સહાયથી ખૂબ ઓછા સમય, ઓછી લાગત અને આધુનિક પધ્ધતિથી નવા પાકની ખેતી કરી વિશાલભાઈ નામના આ ખેડૂત સમૃધ્ધ બન્યા છે.

રાજ્યમાં બાગાયત ખેતીને પ્રોત્સાહન મળે અને નવા-નવા પાકો દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સતત મહત્વના નિર્ણય લઇ નવી યોજનાઓ થકી ખેડૂતોને વાવણીથી વેચાણ સુધીની તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ અન્ય દેશોના, અન્ય રાજ્યોના નવા બાગાયતી પાકોની ખેતી ગુજરાતમાં કરી ગુણવત્તાલક્ષી ફળફૂલોનું ઉત્પાદન કરીને વૈશ્વિક કક્ષાએ વેચાણ કરી રહ્યા છે. સતત નવા પ્રયોગો અને તેમાં મળતી રાજ્ય સરકારની સહાય અને માર્ગદર્શનથી ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે.

જામનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા નવા-નવા બાગાયતી પાકોના પ્રયોગો કરી સમ્રુદ્ધ ખેતી તરફ કરવામાં આવી રહેલી સરકારની પહેલને સહકાર આપવામાં આવી રહ્યો છે. જામનગરના કાલાવડ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું જામનગરની જમીન પર સંશોધન કરી રહ્યા છે. કાલાવડના આણંદપર ગામના વિશાલભાઈ જેસડીયાએ પોતાના અભ્યાસને અને પોતાની ખેતીને જોડીને આ વર્ષે સ્ટ્રોબેરી, ઝુકીની તેમજ બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના એક વીઘા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું હતું, જેમાં તેમને મોટી સફળતા મળી છે.

વિશાલભાઈએ એક વીઘામાં 6000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરેલ હતું. આ રોપામાંથી જાન્યુઆરી મહિના એટલે કે માત્ર એક મહિનામાં જ વિશાલભાઈને છોડ પર ફળનું ઉત્પાદન શરૂ થઇ ગયું. માત્ર એક વીઘાના વાવેતરમાંથી વિશાલભાઈએ 3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મેળવ્યું છે.

જેમાંથી તેમણે રાજકોટ અને જામનગર જિલ્લામાં વેચાણ કરી અંદાજીત રૂ.2 લાખ 40 હજાર જેટલો નફો મેળવી માત્ર બે મહિનામાં પોતાની આવકમાં વધારો કર્યો છે, આ સાથે જ તેમણે પ્રાયોગિક ધોરણે ખૂબ નાના વિસ્તારમાં એક્ઝોટિક વેજીટેબલ ઝુકીની અને બ્રોકલીના વાવેતરનો પણ પ્રયોગ કરેલો હતો જેમાં પણ તેમણે સફળતા મેળવી છે.

બીએસસી માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરેલ વિશાલભાઈએ ફર્ટિલાઇઝર કંપનીના રૂ.6 લાખ વાર્ષીક પેકેજની નોકરીને છોડીને અચાનક જ પારિવારિક ખેતીમાં નવીન પ્રયોગો કરવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારે પણ તેમને ખૂબ સહકાર આપ્યો. બાગાયત વિભાગ દ્વારા જોડાયેલ ખેડૂતોને દર વર્ષે વિભાગ દ્વારા ખેતીલક્ષી પ્રવાસમાં લઇ જવામાં આવતા હોય છે. આવા જ એક પ્રવાસ દરમિયાન હિમાચલની વાય. એસ. પરમાર યુનિવર્સિટીમાં સ્ટ્રોબેરીની જાતો વિશે વિશાલભાઈને વધુ જાણવા મળ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button