રમત ગમત

આકાશ ચોપરાએ ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરી ભારતીય ટીમ, ઘણા નામ આશ્ચર્યચકિત કરનારા

આકાશ ચોપરાએ ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરી ભારતીય ટીમ, ઘણા નામ આશ્ચર્યચકિત કરનારા

ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. તેમને પોતાની આ ટીમમાં ઘણા આશ્ચર્યચકિત કરનારા નિર્ણયો પણ લીધા છે. આકાશ ચોપરાએ જણાવ્યું છે કે, ક્યા-ક્યા ખેલાડીઓને T-20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપવી જોઈએ.

આકાશ ચોપરાએ પ્રથમ ત્રણ ખેલાડી તરીકે રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીની પસંદગી કરી છે. ત્યાર બાદ તેમને સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતને પણ પોતાની ટીમમાં રાખેલ છે. તેમણે પંતને વિકેટકીપર તરીકે રાખ્યા છે. જ્યારે ઇશાન કિશનને તેમને ઓપનિંગ તરીકે રાખ્યા નથી. તેમના સ્થાને લોકેશ રાહુલને ઓપનર તરીકે રાખ્યા છે.

રવિન્દ્ર જાડેજાને પણ આકાશ ચોપરા દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સિવાય તેમણે હાર્દિક પંડ્યા અને વેંકટેશ અય્યરને પણ પસંદ કર્યા છે. આ સિવાય તેમણે ચહલ અને બુમરાહને પણ પસંદ કર્યા છે.

આકાશ ચોપરાએ જણાવ્યું છે કે, દીપક ચહર અને ભુવનેશ્વર કુમાર માંથી માત્ર એકની પસંદગી કરવામાં આવશે. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને મોહમ્મદ સિરાજમાંથી એક-એક ખેલાડીની પસંદગી કરવામાં આવશે. જ્યારે તેમને એ પણ જણાવ્યું છે કે, મોહમ્મદ શમી, નટરાજન અને ખલીલ અહેમદ માંથી કોઈપણ એક બોલરને પસંદ કરી શકાય છે. આકાશ ચોપરા દ્વારા રવિચંદ્રન અશ્વિન, રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવને T-20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. અશ્વિન ગયા વર્ષે T-20 વર્લ્ડ કપની ટીમના ભાગ હતા.

T20 વર્લ્ડ કપ માટે આકાશ ચોપરા દ્વારા પસંદ કરવામાં આવેલ ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ અય્યર, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર/દીપક ચાહર, પ્રસિદ્ધ ક્રિષ્ના/આવેશ ખાન/મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી/ટી નટરાજન/ખલીલ અહેમદ.

[quads id=1]

Related Articles

Back to top button