મૃત્યુ ના અઢી વર્ષ બાદ આ છોકરા ના થશે અંતિમ સંસ્કાર કરશે, કારણ જાણી ને તમને પણ દયા આવી જશે.
સામાન્ય રીતે જ્યારે કોઈ નું મરણ થઈ જાય છે ત્યારે તેના શબને વધીને એક કે બે દિવસ રાખવામાં આવે છે તેનાથી વધારે રાખવામાં આવતું નથી. અને બને એટલા જલદી તેના અંતિમ સંસ્કાર વિધિ પતાવી દેવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવો કિસ્સો બતાવા જઈ રહ્યા છીએ કે મૃતકના પરિવારે તેના અંતિમ સંસ્કાર મૃત્યુ થયાના અઢી વર્ષ બાદ કર્યા. અઢી વર્ષ સુધી મૃતકનું શબ મુર્દા ઘર માં રાખવામાં આવ્યું હતું.
હવે આ બાબતે વિગતવાર જોઈએ તો અઢી વર્ષ પહેલાં એટલે કે જુલાઈ 2018 માં મુંબઈની ધારાવી મા એક ૧૭ વર્ષના છોકરા નું અજાણ્યા કારણોસર મૃત્યુ થઈ ગયું. પરિવારજનોનો આક્ષેપ હતો કે તેનું મૃત્યુ પોલીસના વધુ પડતાં ટોર્ચરિંગ ને કારણે થયું છે. આથી તેઓ બીજી વખત પોસ્ટમોર્ટમ કરવા માગતા હતા. અને આને લીધે તેઓએ શબ લેવાની ના પાડી દીધી હતી અને શબ ને મુર્દા ઘર માં રાખવામાં આવ્યું હતું.
પરિવારે આ બાબતે ન્યાય મેળવવા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેનો ચુકાદો હાલ અઢી વર્ષ બાદ આવ્યો છે. કોર્ટે એ મૃતકના બીજી વખત પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે. અને આ માટે આની પહેલા જે ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું એ સિવાય ની નવી ટીમ બનાવીને પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે.
મૃતકનું નામ સચિન જૈસવાર છે. 2018 માં તેની ઉંમર ૧૭ વર્ષની હતી. પોલીસે મોબાઇલ ચોરીના ગુનામાં તેને ગિરફ્તાર કર્યો હતો. પરિવારનું કહેવું છે કે આ બાબતે કોઈ જાતની એફઆઈઆર કરવામાં આવી નથી. પોલીસે જબરજસ્તીથી તેના દીકરાને હિરાસતમાં લીધો હતો. અને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો.
પરિવારના ખૂબ જ કરગર્યા કર્યા બાદ પોલીસે છોકરાને છોડ્યો, છોકરાને જેલમાંથી બહાર આવતા જ તરત દવાખાને લઇ જવો પડ્યો એવી હાલત સર્જાય હતી. દવાખાને ઈલાજ દરમિયાન છોકરાએ જીવ ગુમાવ્યો. પરિવારે આ અંજામ આપનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર કરવાની કોશિશ કરી પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં સચિન ની મોત ન્યુમોનિયાની લીધે થઈ છે એવું બતાવવામાં આવ્યુ હતું .
એટલે પરિવારજનો આ મામલો અદાલતમાં લઈ ગયા અને ફરી વખત પોસ્ટમોર્ટમ કરવાની જીદ પર ઊભા રહ્યા. આ રીતે અઢી વર્ષ બાદ કોર્ટનો આદેશ આવ્યા પછી હવે આ છોકરાનું ફરી વાર પોસ્ટમોર્ટમ કરીને ત્યાર પછી તેનો પરિવાર અંતિમ સંસ્કાર ની વિધિ પૂરી કરશે.