દેશ

આગામી અઠવાડિયે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે, જાણો શું છે તેના પાછળનું કારણ?

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આગામી અઠવાડિયે સમાપ્ત થવાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 100 ને વટાવી ગયા છે. આ કારણોસર ઓઈલ કંપનીઓને સામાન્ય માર્જિન પ્રાપ્ત કરવાને લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂરીયાત છે.

રશિયા તરફથી તેલના પુરવઠામાં વિક્ષેપ આવવાની આશંકાના લીધે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ 2014 બાદ પ્રથમ વખત પ્રતિ બેરલ 110 ડોલર સુધી પહોંચી ગયા છે. પેટ્રોલિયમ મંત્રાલયની અંતર્ગત આવનાર પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) મુજબ, 1 માર્ચે ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદે છે તેની કિંમત બેરલ દીઠ 102 ડોલરને વટાવી ગઈ હતી. ઈંધણની આ કિંમત ઓગસ્ટ 2014 બાદ સૌથી વધુ છે.

ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગામ લગાવવામાં આવી હતી, ત્યારે સરેરાશ ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 81.5 ડોલર હતી. બ્રોકરેજ કંપની જે.પી. મોર્ગને એક રિપોર્ટમાં કહ્યું હતું કે, “રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવતા અઠવાડિયા સુધીમાં સમાપ્ત થઈ જશે. અનુમાન છે કે, ત્યાર બાદ ઇંધણના દરો દૈનિક ધોરણે વધારો થઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચના થશે અને ઉત્તર પ્રદેશ સહિત તમામ પાંચ રાજ્યોની મતગણતરી 10 માર્ચના કરવામાં આવશે. સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 5.7 રૂપિયાનું નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય માર્કેટિંગ નફો હાંસલ કરવા માટે છૂટક ભાવમાં 9 રૂપિયા પ્રતિ લિટર અથવા 10 ટકાનો વધારો કરવાની જરૂર છે. સતત 118 દિવસથી સ્થાનિક સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

[quads id=1]

Related Articles

Back to top button