આ છે દુનિયાનું સૌથી કિમતી બ્લડ ગ્રુપ! દુનિયાભર ની લગભગ ૪૩ વ્યક્તિ પાસે જ છે. જાણી લ્યો ક્યાંક તમારું બ્લડગ્રુપ તો આ નથી ને
ગોલ્ડન બ્લડ ગ્રુપ નામ સાંભળી ને તે કોઈ દેશકિમતી વસ્તુ હોય તેવું લાગે છે. આ એક ખુબ જ ખાસ બ્લડ ગ્રુપ છે. જે દુનિયા માં ખૂબ જ ઓછા વ્યક્તિ પાસે છે. જે બ્લડ ગ્રુપ ને ગોલ્ડ બ્લડ કહેવા માં આવે છે , એનું સાચુ નામ આર.એચ નલ(Rh null) છે.
એમ તો તમે એ, બી, ઓ, એબી.. નેગેટિવ- પોઝિટિવ એવા બ્લડ ગ્રુપ વિશે વાચ્યું અને સાંભળ્યું હશે. પણ શું તમને ખબર છે કે હજુ એક બ્લડ ગ્રુપ છે જે પૂરી દૂનિયામાં અમુક વ્યક્તિઓ પાસે જ છે. અમે એ બ્લડ ગ્રુપ વિશે વાત કરી રહ્યા છીએ જેને દુનિયા નું સૌથી રેર એટલે કે ખુબ જ ઓછુ જોવા મળે તેવું બ્લડ ગ્રુપ માનવા માં આવે છે.
અમે વાત કરી રહ્યા છીએ ગોલ્ડન બ્લડ ગ્રુપ ની. ગોલ્ડન બ્લડ નું અસલી નામ આરએચ નલ (Rh null) છે. તમારી જાણ ખાતર જણાવીએ કે બધા કરતા રેર હોવાને લીધે આના પર શોધ કરનાર વૈજ્ઞાનિકો એ આ લોહી ને ગોલ્ડન બ્લડ નામ આપ્યું છે. સરળતા થી ન મળતા અને કોઈ પણ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને ચડાવી શકાય તેવું આ બ્લડ ગ્રુપ, આ કારણ ના લીધે જ દેશકિમતી હોય છે.
આથી લોહી નાં બધા જ પ્રકારો માંથી આ બ્લડ ને ‘ગોલ્ડન બ્લડ’ કહેવામાં આવે છે. આ બ્લડ ગ્રુપ ની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકાર નાં એન્ટીજન હોતા નથી. આનો મતલબ એ કે આ બ્લડ ગ્રુપ કોઈ ને પણ ચડાવવા માં આવે તો તે વ્યક્તિનું શરીર આ બ્લડ ગ્રુપ નો સ્વીકાર કરી લે છે.
યુ.એસ રેર ડિસીઝ ઈન્ફોર્મેશન સેંટર ની અનુસાર ગોલ્ડ બ્લડ ગ્રુપ કે જે એન્ટીજન રહીત હોય છે, જે લોકો નાં શરીર માં હોય છે તેમને એનીમિયા ની ફરિયાદ રહેતી હોય છે. આ જ કારણ છે કે આવા લોકો ની જાણકારી મળતા જ ડોક્ટર એમને ડાયટ પર ખાસ ધ્યાન આપવાનું અને આયર્ન વાળો ખોરાક વધુ માં વધુ લેવાની સલાહ આપે છે.
તમારી જાણકારી માટે જણાવીએ કે એક રિસર્ચ અનુસાર આ બ્લડ ગ્રુપ અત્યાર સુધીમાં ૪૩ લોકો માં જ હોવાનું સામે આવ્યું છે. આમાં બ્રાઝીલ, કોલંબિયા, જાપાન, આયર્લેન્ડ અને અમેરિકા નાં લોકો નો સમાવેશ થાય છે. રેરેસ્ટ એટલે કે બધા કરતાં અલગ અને ફક્ત તેની જેવા જ બ્લડ ગ્રુપ નો સ્વીકાર કરતું હોવા ને કારણે ડોક્ટર આવા લોકો ને કાયમી રીતે રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે કે જેથી કરી જરૂર પડવા પર આ લોહી એમને જ કામ માં આવી શકે.