Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબ

માછલી પકડવા ગયેલ માછીમારની જાળમાં ફસાઈ ગયી એવી વસ્તુ જે જોઈને તમે પણ નહીં કરી શકો વિશ્વાસ, જુવો તસવીરો…

મિત્રો આ કલયુગ માં ઘણા અજીબો-ગરીબ કિસ્સાઓ સામે આવે છે. એવો જ એક કિસ્સો આજે અમે તમને બતાવા જઇ રહ્યા છીએ. ઇન્ડોનેશિયાનો આ વિચિત્ર કેસ એવો છે કે એ સાંભળી ને ઘડીક તમારું મગજ પણ ચકરવે ચાંદી જશે કે આવું પણ હોય શકે ? અહી ઈન્ડોનેશિયા માં એક માછી મારે એક ગ્રભવતી શાર્ક માછલી ને પકડી. જ્યારે તેણે આ માછલીનું પેટ ચિરયુ ત્યારે 3 નાની નાની વિચિત્ર શાર્ક માછલી ના બચ્ચા મળી આવ્યા . આ માંથી, 2 સામાન્ય હતા, પરંતુ ત્રીજાએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું.

ધ્યાન દોરવાનું કારણ એ છે કે એ શાર્કના આ ત્રીજા બચ્ચાનો દેખાવ માનવ ના દેખાવ સાથે ખૂબ સમાન છે. ખાસ કરીને તેની બે મોટી અને ગોળ આંખો મનુષ્ય જેવી લાગે છે. હવે આ નાનકડી શાર્કની તસવીરો મનુષ્યની જેમ દેખાઈ રહી છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેણે પણ આ ફોટા જોયા તે ભગવાન ના આ આકર્ષક કરિશ્માથી આશ્ચર્યચકિત થઈ ગયા.

આ વિચિત્ર માછલી ઇન્ડોનેશિયાના 48 વર્ષીય માછીમાર અબ્દુલ્લા નરેન ની છે. તે પોતે શાર્ક માછલી નો દેખાવ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે આ શાર્કનો ફોટો લીધો અને તેને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. બીજી બાજુ, લોકો આ શાર્કને જોવા માટે દૂર દૂરથી આવે છે.

ઘણા લોકોએ અબ્દુલ્લાને આ માછલીના બદલામાં સારા એવા પૈસાના આપવાની ઓફર કરી છે. પરંતુ માછીમાર નો હજી આવો કોઈ હેતુ નથી. તે શાર્કને પોતાની પાસે રાખવા માંગે છે. તે માને છે કે આ બેબી શાર્ક તેના માટે સારા નસીબ લાવે છે.

બીજી તરફ, જ્યારે ગામ લોકોએ આ બાળકને શાર્કને માનવીય દેખાવથી જોયો, ત્યારે તેઓએ તેની પૂજા કરવાનું શરૂ કર્યું. તેઓ માને છે કે તે ભગવાન નો મોકળેલો દૂત છે. આ આખી ઘટના હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો તેમની સગી આંખો પર વિશ્વાસ કરી શકતા નથી કે કેવી રીતે શાર્ક માછલી માણસ જેવી દેખાઈ શકે છે.આ સમગ્ર મામલે તમારો અભિપ્રાય શું છે? તમે પહેલાં ક્યારેય આ પ્રકારનો શાર્ક જોયો છે?

જો કે, આ પહેલા પણ માનવ શક્તિવાળા ઘણા પ્રાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મિત્રો, જો તમને અમારી માહિતી ગમતી હોય, તો તે અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

[quads id=1]

Related Articles

Back to top button