દેશવાયરલ સમાચારસમાચાર

ખાટલા પર વૃદ્ધ મહિલાની લાશ લઈને 5 કિલોમીટર સુધી ચાલી 4 દીકરીઓ, Video થયો વાયરલ

ખાટલા પર વૃદ્ધ મહિલાની લાશ લઈને 5 કિલોમીટર સુધી ચાલી 4 દીકરીઓ, Video થયો વાયરલ

મધ્યપ્રદેશમાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના રીવા જિલ્લામાં, એક 80 વર્ષીય વૃદ્ધ મહિલાના મૃતદેહને તેની પુત્રીઓ અને પુત્રવધૂઓ સાથે ખાટલા પર ઘરે લઈ જવો પડ્યો. રાયપુર કરચુલિયાની સરકારી હોસ્પિટલમાં મૃતદેહ ને લઇ જવા માટે શબ વાહિની ન મળતાં મહિલાઓ મૃતદેહને ખાટલા પર લઈને પાંચ કિલોમીટર ચાલીને ઘરે પહોંચી હતી. આ દરમિયાન ઘણા લોકો તેને રસ્તામાં જતા જોતા રહ્યા, પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. બાદમાં મૃતદેહ લઈ જતી મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કલેકટરે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

મહિલાઓ મૃતદેહને ખાટલા પર ઉઠાવીને પોતાના ખભા પર પાંચ કિમી દૂર ઘરે લઈ ગઈ – માહિતી અનુસાર, મહસુઆ ગામના રહેવાસી 80 વર્ષીય મોલિયા કેવટનું સોમવારે રાયપુર કરચુલિયા સ્વાસ્થ્ય કેન્દ્રમાં મૃત્યુ થયું હતું. પરિવારની બે પુત્રીઓ અને બે પુત્રવધૂઓએ લાંબા સમય સુધી શબ વાહિની ની તપાસ કરી હતી. સ્ટાફે કહ્યું કે હોસ્પિટલમાં કોઈ શબ વાહિની નથી. જે શબ વાહિની ન મળતાં પુત્રી અને વહુઓ મૃતદેહને ખાટલા પર રાખીને પગપાળા ઘર તરફ રવાના થયા હતા.

અગાઉ મહિલાની તબિયત બગડતાં પરિવારજનોએ મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી, પરંતુ કલાકો સુધી રાહ જોવા છતાં પણ એમ્બ્યુલન્સ આવી ન હતી.આવી સ્થિતિમાં પરિવાર મહિલાને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયો હતો. જ્યાં ડોકટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. આ પછી પણ પરિવારજનોને શબ વાહિની ન મળતાં ઘરની 4 મહિલાઓ અને એક બાળકીને ખાટલા પર લાશ રાખીને ઘરે પહોંચવાની ફરજ પડી હતી. તે મૃતદેહને લઈને બે કલાક સુધી 5KM ચાલી હતી.

આ મામલે વીડિયો વાયરલ થયા બાદ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ- આ મામલે રીવાના કલેક્ટર મનોજ પુષ્પાનું કહેવું છે કે માહિતી મળતાની સાથે જ તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

[quads id=1]

Related Articles

Back to top button