સમાચાર

વકીલ ને પોતાની ફી ન મળતા કર્યું આવું કામ, સુપ્રીમકોર્ટ માં કેસ લડી જામીન અપાવ્યા હતા.

મુંબઈના એક ઉદ્યોગપતિ કે જેનું નામ નવનાથ ગોલે બતવામાં આવી રહ્યું છે એ એક શિપિંગ કંપનીના માલિક છે. તેના પર છેતરપિંડી ના કેસ ને  લઈ ને સુપ્રીમ કોર્ટ માં કેસ થયો હતો. એક વકીલે તેમને સુપ્રીમ કોર્ટ માંથી છેતરપિંડીના કેસમાં જામીન અપાવ્યા હતા અને તે કેસ લડ્યા ની ફી તેમને ઉધ્યોગપતિ પાસેથી લેવાની હતી.

પરંતુ ઉદ્યોગપતિએ તેના વકીલને ફી ચૂકવી ન હતી. વકીલે ફી ન ભરવા બદલ ઉધ્યોગપતિનું અપહરણ કર્યું હતું અને પછી તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. ક્લાયંટને વકીલને 3 કરોડ ચૂકવવાના હતા. 45 વર્ષિય આ વકીલે વારંવાર તેના ક્લાયંટને ફી માટે 3 કરોડ ચૂકવવા કહ્યું. પરંતુ ક્લાયન્ટે આ ન કર્યું અને તે પછી વકીલે તેના ક્લાયંટનું અપહરણ કરી નાસિકના ફાર્મહાઉસમાં લઈ ગયો અને તેની પર અત્યાચાર ગુજાર્યો.

વકીલે 2 એપ્રિલે અપહરણ કર્યું હતું. એટલું જ નહીં, વકીલ એ ક્લાઈન્ટ પર એવું પણ દબાણ કર્યું હતું કે તેઓ તેમના નામની મિલકત વકીલ ના નામે કરી દે. નવી મુંબઈની ખારગર પોલીસે ગુનો નોંધી આ કેસમાં વકીલની ધરપકડ કરી હતી. 

[quads id=1]

Related Articles

Back to top button