યૂટ્યૂબ માં જોઈ ને બનાવ્યો બોમ્બ, પહોંચી ગયો પોલીસ સ્ટેશન અને કહ્યું . . .

યુવક હાથમાં બેગ લઇને પોલીસ સ્ટેશનમાં દાખલ થયો ત્યારે નંદનવન પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ. તેણે પોલીસને કહ્યું હતું કે તેણે બોમ્બથી ભરેલી બેગ શંકાસ્પદ રીતે પડેલી મળી, પરંતુ જ્યારે પોલીસને શંકા ગઈ અને પૂછતાછ કરી ત્યારએ યુવકે કબૂલી લીધું કે એ બોમ્બ તેણે યુટ્યુબ જોઇને જાતે બનાવ્યો હતો, પરંતુ ડિફયુસ કરતાં ન આવડ્યું એટલે અહી લઈ ને આવી ચડયો.
વિગતવાર જોઈએ તો મહારાષ્ટ્રના નાગપુરના નંદનવન પોલીસ સ્ટેશનમાં ભાગદોડ મચી ગઈ હતી જ્યારે રાહુલ પગાડે નામનો યુવક હાથમાં બેગ લઇને પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને પોલીસકર્મીને જણાવ્યું હતું કે મારા હાથની બેગમાં બોમ્બ છે, આ બોમ્બ ને ડિફયુસ કરી નાખો. આ સાંભળીને પોલીસકર્મીઓ ચોંકી ગયા.
રાહુલે પોલીસને કહ્યું હતું કે તેણે યુટ્યુબ જોઈને બોમ્બ જેવું પદાર્થ બનાવ્યું હતું, પરંતુ તે પછી બોમ્બને ડિફ્યૂઝ કરી શક્યો નહીં. ત્યારબાદ રાહુલે બોમ્બને બેગમાં મૂકી દીધો અને સીધો પોલીસ સ્ટેશન ગયો. આ યુવક પોલીસ મથકે પહોંચ્યો ત્યારે આખા પોલીસ મથકમાં હંગામો થયો હતો.
આ કેસ મહારાષ્ટ્રના નાગપુર શહેરના નંદનવન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. થેલીમાં બોમ્બ હોવાની બાતમી પર નંદનવન પોલીસે બોમ્બ નિકાલની ટુકડી બોલાવી બોમ્બને નિષ્ફળ બનાવ્યો હતો. નંદનવન પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાની જાણ કરી ત્યારે બીડીડીએસની ટુકડીએ બેટરીમાંથી ઇલેક્ટ્રિકલ સર્કિટને કાપી નાખી હતી.
પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 285, 286, ભારતીય આર્મ્સ એક્ટની કલમ 7,25 (1) (એ), આઈપીસીની કલમ 123 હેઠળ ગુનો નોંધ્યો છે. જો કે, આ સમગ્ર મામલે નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારે આજ તક સાથે વાત કરતાં કહ્યું કે યુટ્યુબ પર એક વીડિયો જોયા પછી એક યુવાન બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે તેને આશંકા હતી કે બોમ્બ ફૂટશે તો તે બોમ્બ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતુ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમાં કોઈ વિસ્ફોટક નથી. પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી છે.