Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશસમાચાર

ઓનલાઇન ઓર્ડર કેન્સલ કરતાં ગુસ્સે થઈ ગયેલા ડિલિવરી બોય, મહિલાના ચહેરા પર પંચ મારી નાક તોડી નાખ્યું – યુવતીએ શેર કર્યો વિડિયો

આજકાલ લોકો પોતાની વ્યસ્તતાને કારણે ખાવા માટે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ નો સહારો લેતા હોય છે. બેંગલોર માં ઘરેથી કામ કરતી એક યુવતીએ ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ જોમાટો (Zomato) માંથી ખાવાનું મંગાવ્યું હતું, પરંતુ તેની સાથે જે થયું તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. તાજેતરમાં જ આવી એક ઘટના બેંગ્લુરુમાં વર્કિંગ વુમન સાથે બની છે. તેણે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા એક ઓર્ડર કર્યો હતો અને પછી તેની સાથે જે ઘટના બની હતી એ ઘણી આશ્ચર્યજનક હતી.

યુવતીએ ઝોમેટો ઉપર ફૂડ ઓર્ડર કર્યું હતું. હકીકતમાં ફૂડ ડિલિવરી લેટ થઈ હોવાને કારણે મહિલાએ તેનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. એની થોડીવાર પછી જ ડિલિવરી બોય જમવાનું લઈને ઘરે પહોંચ્યો હતો, પરંતુ જ્યારે મહિલાએ ડિલિવરી લેવાની ના પાડી તો ડિલિવરી બોય એટલો ગુસ્સે થઈ ગયો હતો. ગુસ્સામાં ડિલિવરી બોયે મહિલાના ચહેરા પર એક પંચ મારી દીધો હતો. મહિલાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. નાકનું હાડકું તૂટી જવા જવાના કારણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે અને ઓપરેશન કરવું પડશે.

પીડિતાએ એક વીડિયો બનાવી લોકોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ તે વાયરલ થઈ હતી. ઘાયલ મહિલા વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરી રહી છે. મહિલાએ કહ્યું કે તેણે જોમાટો દ્વારા ખાવાનું મંગાવ્યું હતું. ઓર્ડરમાં વિલંબનું કારણ જાણવા માટે મહિલાએ કંપનીના કસ્ટમર કેર પર ફોન કર્યો હતો અને સમય પત્રક પર ડિલિવરી ન પહોંચાડવાનો ઓર્ડર રદ કર્યો હતો. જ્યારે તે કસ્ટમર કેર સાથે વાત કરી રહી હતી ત્યારે ડિલિવરી બોય તેને ખાવાનું સાથે ઘરે લઈ ગયો.

ઓર્ડરમાં લેટ થવાને કારણે તેણે કંપનીના કસ્ટમર કેર પર ફોન કર્યો હતો અને ખાવાનું સમયસર ના પહોંચવાને કારણે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. તે જે સમયે કસ્ટમર કેરમાં વાત કરતી હતી એ સમયે જ ડિલિવરી બોય તેના ઘરે પહોંચ્યો હતો.

યુવતીએ જણાવ્યું હતું કે તેણે અડધો દરવાજો ખોલીને જ ડિલિવરી બોયને ઓર્ડર લેવાનો ઈનકાર કરી દીધો હતો, એને કારણે ડિલિવરી બોય ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. તે મહિલા સાથે દલીલ કરવા લાગ્યો હતો અને પછી તેણે ઘરની અંદર ઘૂસીને ખાવાનું મૂકી દીધું હતું. મહિલાએ જ્યારે ઘરમાં ઘૂસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે તેના પર ગુસ્સો કર્યો અને કહ્યું કે શું તે તેનો નોકર છે, આવું કહીને ડિલિવરી બોયે મહિલાના મોઢા પર એક મુક્કો મારી દીધો હતો.

યુવતીએ કહ્યું હતું, ત્યાર પછી ડિલિવરી બોય ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને કોઈએ પણ મારી મદદ ના કરી. આ ઘટનાથી હું ખૂબ ડરી ગઈ હતી. ત્યાર પછી હું હોસ્પિટલ ગઈ અને મેં મારી સારવાર કરાવી. મારી વર્તમાન સ્થિતિ વાત કરવા જેવી પણ નથી. વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે બેંગ્લુરુ પોલીસે મારી મદદ કરી અને મને ઝડપથી આરોપીને પકડવાનું આશ્વાસન આપ્યું છે. મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે.

યુવતીના આરોપ પર ઝોમેટોએ સ્પષ્ટા પણ કરી છે. કંપનીએ કહ્યું હતું કે આ ઘટના માટે અમે માફી માગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારી તેમનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ કે મેડિકલમાં જે પણ સહયોગની જરૂર હશે એ કરવામાં આવશે. એટલું જ નહીં, કંપનીએ તેમને આશ્વાસન પણ આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આરોપીની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

[quads id=1]

Related Articles

Back to top button