
Coronavirus Update: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 2876 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ 29 લાખ 98 હજાર 938 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 98 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 16 હજાર 72 લોકોના મોત થયા છે. આજના આંકડામાં, કેરળના 54 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 40 હજારથી ઓછી થઈ ગઈ છે. હાલમાં દેશભરમાં 32, 811 એક્ટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ કુલ સંક્રમણના 0.08 ટકા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ વધીને 98.72 ટકા થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3884 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 24 લાખ, 50 હજાર, 55 લોકોએ આ મહામારીને માત આપી છે.
દેશમાં દરરોજ પોઝીટિવિટી દર હવે ઘટીને 0.38 ટકા પર આવી ગયો છે. સાપ્તાહિક પોઝીટિવિટી દર પણ ઘટીને 0.44 ટકા પર આવી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 78.05 કરોડ સેમ્પલનું ટેસ્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 7,52,818 સેમ્પલનું ટેસ્ટ કરવામાં આવ્યું છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 1,80,60,93,107 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં લોકોને રસીના કુલ 18,92,143 ડોઝ આપવામાં આવ્યા છે.