વિડીયો : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બખિયારપુરમાં એક યુવકે માર્યો લાફો

રાજધાની પટનાના બખિયારપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના લીધે મુખ્યમંત્રી નીતીશ કુમાર એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે જાણકારી સામે આવી છે કે, બખિયારપુરમાં એક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર પહોંચ્યા હતા તે દરમિયાન એક યુવક દ્વારા તેમને લાફો મારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે આ દરમિયાન એક યુવક ઝડપથી મંચ આવી ગયો અને તેને ગાર્ડ પકડે તે પહેલા જ તેને મુખ્યમંત્રી નીતીશ કુમારને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ લાફો મારવાના પ્રયાસ દરમિયાન તેને તેમના ખભા પર લાફો મારી દીધો હતો. તેના લીધે પોલીસ દ્વારા યુવકની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવકને અત્યારે બખિયારપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવેલ છે અને તેની તપાસમાં કરવામાં આવી રહી છે આ યુવક આખરે કોણ છે.?
મુખ્યમંત્રી નીતીશ કુમારને યુવક દ્વારા લાફો મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયો છે.
Bihar | A youth tried to attack CM Nitish Kumar during a program in Bakhtiarpur. The accused was later detained by the Police.
(Viral video) pic.twitter.com/FoTMR3Xq8o
— ANI (@ANI) March 27, 2022
આ ઘટનાને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે, મુખ્યમંત્રીની સુરક્ષામાં ચુક જોવા મળી રહી છે. તાજેતરની જાણકારી મુજબ, સીએમ નીતીશ કુમાર બખિયારપુરમાં એક મૂર્તિ પર માલ્યાર્પણ કરવા માટે ગયેલા હતા. તે દરમિયાન મંચ પર આવીને એક યુવક દ્વારા સીએમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સીએમના સુરક્ષા જવાનો દ્વારા યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી. અત્યારે યુવકની કસ્ટડીમાં પુછપરછ કરવામાં આવી રહી છે.