રાજકોટ ના ચુડા પાસેના ગામ કુંડલા માં એક દર્દનાક ઘટના બની છે. હલર મશીન પાસે કામ કરી રહેલા પિતા ને પાણી આપવા જતાં તડકાથી બચવા માટે ઓઢેલી ચુંદડી મશીન ની ચેન માં આવી જતાં 18 વર્ષ ની આ દીકરી નું માથું ખેચતા ગંભીર ઇજા થઈ હતી. અને યુવતી નું મોત થયું હતું. બાદ માં પોલીસ યુવતી ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
માથે ઓઢેલ ચુંદડી મશીન માં ફસાણી
વિગતવાર ઘટનાક્રમ જોઈએ તો કુંડલા ગામે રહેતા સુરેશભાઇ પશવાભાઇ વનાણી ગત બપોરપછી 04:30 વાગ્યે વાડીએ હલર મશીન પાસે કામ કરતાં હતાં ત્યારે તેમની દીકરી જયા તેમને પાણી આપવા આવી હતી. આ સમયે તડકો હોવાથી જયા એ માથે ચુંદડી ઓઢી રાખી હતી.
પિતા ને પાણી આપવા હાથ લાંબો કરતાં ચૂંદડીનો એક છેડો ઉડીને મશીનમાં જઇ ફસાયો હતો અને તે સાથે યુવતી એક ધડાકા સાથે ખેંચાઇ ગઇ હતી અને માથું મશીનમાં જોત થી અથડાતાં ગંભીર ઇજા થઇ હતી.
જયાને માથા ના ભાગ માં માં ગંભીર ઇજા થતાં રાજકોટ ની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. પરંતુ સિવિલ માં સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક ની લાગણી છવાઈ ગઈ હતી. સારવાર દરમિયાન યુવતી એ દમ તોડી દીધો હતો.
રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાગળો ચુડા પોલીસને મોકલવા તજવીજ કરી હતી. ઉલ્લેખનીય છે કે જયા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. યુવાન દીકરી ના મોતથી પરિવાર ને ખૂબ આઘાત લાગ્યો છે.