Video : CSK એ સુરતમાં પ્રેક્ટિસ શરૂ કરી, MS ધોનીને જોવા માટે રસ્તાઓ પર એકઠા થયા ચાહકો
Video : CSK એ સુરતમાં પ્રેક્ટિસ શરૂ કરી, MS ધોનીને જોવા માટે રસ્તાઓ પર એકઠા થયા ચાહકો
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15 મી સિઝન શરૂ થવામાં હવે 20 દિવસથી ઓછો સમય બાકી છે. IPL 2022 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચે રમાશે. એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ હાલ સુરતમાં છે, જ્યાં ટ્રેનિંગ કેમ્પ લાગેલ છે.
રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ કેમ્પનો પ્રથમ દિવસ હતો. કેપ્ટન ધોની સહિત ટીમના તમામ ખેલાડીઓ ટીમ બસ દ્વારા સુરત પહોંચ્યા હતા. આ દરમિયાન એમએસ ધોનીને જોવા લોકો એકઠા થયા હતા. ચાહકો માહીની એક ઝલક માટે આતુર જોવા મળ્યા હતા.
IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ – (લીગ સ્ટેજ)
1 – 26 માર્ચ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
2 – માર્ચ 31 વિ. લખનૌ સુપર જાયન્ટ્સ (બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ)
3 – એપ્રિલ 3 વિ. પંજાબ કિંગ્સ (બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ)
4 – 9 એપ્રિલ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ (ડીવાય પાટિલ સ્ટેડિયમ, મુંબઈ)
5 – 12 એપ્રિલ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ડીવાય પાટીલ સ્ટેડિયમ, મુંબઈ)
6 – 17 એપ્રિલ વિ. ગુજરાત ટાઇટન્સ (MCA સ્ટેડિયમ, પુણે)
7 – 21 એપ્રિલ વિ. મુંબઈ ઈન્ડિયન્સ બેંગ્લોર (ડીવાય પાટીલ સ્ટેડિયમ, મુંબઈ)
8 – 25 એપ્રિલ વિ. પંજાબ કિંગ્સ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
9 – 1 મે વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ (MCA સ્ટેડિયમ, પુણે)
10 – 4 મે વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (MCA સ્ટેડિયમ, પુણે)
11- 8 મે વિ. દિલ્હી કેપિટલ્સ (ડીવાય પાટિલ સ્ટેડિયમ, મુંબઈ)
12 – 12 મે વિ. મુંબઈ ઈન્ડિયન્સ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
13 – 15 મે વિ. ગુજરાત ટાઇટન્સ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
14 – 20 મે વિ. રાજસ્થાન રોયલ્સ (બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ).