Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાત

વડોદરાની પરિણીતાએ હાઈકોર્ટમાં કહ્યું, સંતાનોની કસ્ટડી પતિને સોંપી દો, હું તો મારા પ્રેમી સાથે રહીશ

વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 33 વર્ષની પરિણીતાએ હાઇકોર્ટમાં કહ્યું છે કે, તે તેના પતિ નહીં પ્રેમી સાથે રહેવા માંગે છે તેથી તેના બે સંતાનોની જવાબદારી પતિને સોંપી દો. જોકે, હાલ હાઇકોર્ટે પરિણીતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દીધી છે.

આ મહિલા આશરે એક વર્ષ પહેલા ઘરેથી ભાગીને તેના પ્રેમી સાથે નૈનિતાલ જતી રહી હતી. તેના પ્રેમી થકી એક સંતાન પણ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના હરણી રોડ વિસ્તારમાં રહેતી 33 વર્ષની મહિલા જેને બે સંતાન પણ છે. તે ગતવર્ષે એટલે જાન્યુઆરી, 2020 ના રોજ બપોરે અઢી કલાકે ઘરેથી ભાગી ગઇ હતી.

પરિવારે જે અંગેની જાણ વારસિયા પોલીસ સ્ટેશનમાં પણ કરી હતી. આ મહિલા તેના વતન રાજસ્થાન તેના પ્રેમી રાજેન્દ્રપ્રસાદ કુમાવત સાથે જતી રહી હતી. આ જાણ થતા સાસરી પક્ષે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલા તેના પ્રેમી રાજેન્દ્રપ્રસાદ કુમાવત સાથે નૈનિતાલ છે. ત્યાંથી આ બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ એક વર્ષ દરમિયાન આ લોકોએ એક બાળકને પણ જન્મ આપ્યો છે. જોકે, મહિલાએ પોલીસને જણાવી દીધું હતું કે, મારે મારા પતિના ઘરે નથી જવું.

હું મારા પ્રેમી સાથે જ રહીશ. લગ્નજીવન દરમિયાન થયેલા બે બાળકોની કસ્ટડી પતિને આપી દો. જેથી પોલીસે હાલ મહિલાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. મહિલાને હાઇકોર્ટ સમક્ષ પર રજૂ કરવામાં આવતા ત્યાં પણ મહિલાએ બે બાળકોને પતિને સોંપી દો તેવી માંગણી કરી હતી. જોકે, બીજીતરફ તેના પ્રેમી રાજેન્દ્રના પણ છૂટાછેડા થયા નથી. તેથી મહિલાને હાઇકોર્ટે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. આ અંગેની સુનાવણી હવે 10 દિવસ બાદ થવાની છે.

[quads id=1]

Related Articles

Back to top button