Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

લ્યો બોલો, ત્રણ મહિલા ને કોરોના ને બદલે કુતરા કરડ્યા બાદ આપવામાં આવતી રસી આપી દીધી

ભૂલ કોનાથી થઈ એ ગોતવા માટે અપાયા આદેશ.

ઉત્તરપ્રદેશ માં આવેલ શામલી ના કાંધલાં મા સ્વાસ્થ્ય કેન્દ્ર પર કોરોના ની રસી મુકાવા માટે આવેલ 3 મહિલા ને ભૂલ મા એન્ટી રેઈબીઝ(કુતરા કરડ્યા બાદ આપવામાં આવતી રસી ) ની રસી મૂકી દીધા ની ફરિયાદ સામે આવી છે.

સીએમો ડોક્ટર સંજય અગ્રવાલે કહ્યું કે પીડિત મહિલા ઓ ના પરિવાર જાણો ની ફરિયાદ બાદ તપાસ ના આદેશ આપી દેવામાં આવ્યા છે.સરાવગ્યાન મહોલ્લા ના નિવાસી સરોજ અને તેમની સાથે અન્ય બે મહિલા અનારકલી અને સત્યવતી કોરોના ની રસી નો પહેલો દોસ્ત લેવા માટે નજીક ના સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા.

રસી લઇ ને ઘરે આવી ને સરોજબેન ને ખુબજ ચક્કર આવવા મંડ્યા અને ગભરામણ થવા લાગી. આથી પરિવાર જનક તેને ચિકિત્સાક પાસે લઇ ગ્યા. ડોકટરે મહિલાને રસી આપ્યા બાદ આપેલ ચિઠ્ઠી તપાસી તો તેમાં કુતરા કરડ્યા બાદ આપવામાં આવતી રસી નો ઉલ્લેખ થયેલો હતો. ત્યાર બાદ ડોક્ટરે અન્ય બે મહિલા ની રસીદો જોઈ તો તેમા પણ એવો જ ઉલ્લેખ થયેલો હતો. સ્વાસ્થ્ય કેન્દ્ર ના પ્રભારી ડો. બીજેન્દ્ર સિંહ નું કેહવું છે કે જે 3 મહિલા ને એન્ટી રેબીઝ રસી ભૂલ મા મુકાઈ ગઈ છે તેના વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ વસ્તુ સંભવ નથી. એન્ટી રેબીઝ અને કોરોના ની રસી બંને અલગ અલગ જગ્યા એ આપવામાં આવી રહેલી હતી. મહિલા ઓ ભૂલ મા અલગ રૂમ મા ચાલ્યા જતા રહ્યા હશે. આ બાબતે વિગતવાર તપાસ નો રિપોર્ટ આપવા માટે માગ કરી છે. ડીએમ જાસજિત કોર એ જણાવ્યું કે આ ભૂલ પાછળ નું કારણ શોધવા માટે બે અધિકારીઓ ને કામે લગાડ્યા છે. બંને અધિકારી આજે સ્વાસ્થ્ય કેન્દ્ર મા જાચ અને મહિલા ના સ્ટેટમેન્ટ લેશે. આ પ્રમાણે સમગ્ર ઘટના ની સંપૂર્ણ તપાસ બાદ આરોપી ને આકરી સજા કરવામાં આવશે.

[quads id=1]

Related Articles

Back to top button