ઘરના ફર્નિચરમાં લાગેલી ઊધઈ માત્ર 1 દિવસમાં થઈ જશે ગાયબ, કરી લ્યો ફટાફટ આ અસરકારક ઉપાય
ઉધઈ કીડીની માફક ઝૂંડમાં ફરતી જોવા મળે છે. ઉધઈનો ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. તે લાકડાને એવી રીતે ખાય છે કે પછી લાકડું આખું સડી જાય છે અને કોઈ પણ કામનું નથી રહેતું. ઉધઈ આપણા ઘર ઉપરાંત જંગલ અને જમીનની અંદર રાફડો બનાવીને રહેતી પણ જોવા મળે છે. લાંબા સમયથી બંધ પડેલાં મકાનોમાં ઉધઈ ઝડપથી ફેલાતી હોય છે. તો ચાલો હવે આપણે જાણીએ આ ઊધઈને દૂર કરવાના ઉપાયો.
કડવા લીમડાનું લાકડું પણ ઊધઈને અટકાવે છે. ગ્રેનાઇટ, રેતી કે કાચના ભૂકામાં લીમડાના લાકડાનો ભૂકો ભેળવી આ કરકરો પાઉડર દીવાલોની તિરાડોમાં ભરવો. આના લીધે ઊધઈને અવરજવર કરવામાં તકલીફ પડે છે અને તે દર બાંધી શકતી નથી. ઘરની ચારેતરફ આ ભૂકાનું જાડું પડ પાથરવાથી દરેક પ્રકારના કીડા ઘરમાં આવતા અટકે છે.
લીમડાનો ભૂકો ઊધઈ-પ્રતિરોધક છે. કડવા લીમડાનું તેલ અને એરંડિયાનું તેલ મિક્સ કરી ઊધઈના દર પર નાખી શકાય. રબરનું દૂધ પણ ઊધઈને અટકાવે છે. કાળા મરી જીવડાને ગમતા નથી. તેનો ભૂકો પણ ઉપયોગી છે.
ઉધઈને ખતમ કરવાનો સૌથી આસાન અને કારગત ઉપાય ધૂપ છે. ફર્નિચરમાં ધૂપ રાખવાથી તે ઉધઈથી એકદમ સુરક્ષિત રહે છે. જો તમારા ફર્નીચરમાં ઉધઈ લાગી જાય તો પણ તેમાં 3-4 દિવસ ધૂપ રાખવાથી તે નાશ પામશે.
ઉધઈ કોઈપણ કડવી સુગંધથી દુર ભાગે છે તેથી જે જગ્યા ઉપર ઉધઈ લાગેલ હોય તે જગ્યા ઉપર કરેલાનો રસ કે પછી લીમડાનો રસ કાઢીને તેની ઉપર છાંટી દો. કારેલાના રસની કડવી સુગંધ સુંઘતા જ બધી ઉધઈ ધીમે ધીમે નાશ થઇ જશે. ઓછામાં ઓછું ૩ થી ૫ દિવસ સુધી કારેલાનું જ્યુસ છાંટવું પડશે જેથી ઉધઈ પાછી ન લાગે.
સંતરાની સુગંધ પણ ખૂબ જ તીવ્ર હોય છે. ઊધઈને ભગાડવા માટે ફર્નીચરમાં સંતરાની છાલ મૂકી દો. તમે આનો પાઉડર અથવા તેલ પર વાપરી શકો છો. સંતરાના તેલને સ્પ્રેની મદદથી ફર્નીચરના કાણામાં નાખો અને ઉધઈ તરત જ મરી જશે.
મીઠામાં પણ એટલી જ શક્તિ હોય છે કે તેનાથી ઉધઈનો નાશ કરી શકાય. તેથી જ્યાં જ્યાં ઉધઈ લાગેલ જોવા મળે તે તમામ જગ્યા ઉપર મીઠાનો છંટકાવ કરી દો. મીઠું છાંટવાથી તમે જોશો કે ધીમે ધીમે બધી ઉધઈ મરવા લાગશે. લાલ મરચાનો પાવડર નો ઉપયોગ કરીને પણ ઉધઈનો નાશ કરી શકાય છે. જે જગ્યાએ ઉધઈની અસર હોય તે જગ્યા ઉપર જો લાલ મરચાનો પાવડર છાંટી દેશો તો તમામ ઉધઈ આપોઆપ મરી જશે.
કેરોસિનની ગંધ તીવ્ર હોય છે જે ઉધઈના ઉદભવવા દેતી નથી. લાકડા પર કેરોસિન સ્પેર કરવાથી ઉધઈના કીડા મરી જાય છે. અઠવાડિયામાં એકવાર સૂતરાઉ કપડામાં કેરોસિન લગાવી ફર્નીચરને લૂંછો. આનાથી ઉધઈની સમસ્યાથી છૂટકારો મળશે.
સાબુના પાણીથી પણ ઉધઇ દૂર ભાગે છે. રોજ 4 કપ પાણીમાં સાબુની ફીણ કરી તેનું પાણી બનાવો. આ પાણીને રોજ ફર્નિચર પર છાંટો. આ કામ ત્યાં સુધી કરો કે જ્યાં સુધી તમને ફરક ના દેખાય. સાબુના પાણીથી ઉધઇ ઝડપથી દૂર થશે.તે સિવાય સફેદ વિનેગર પણ ઉધઇને દૂર ભગાડવામાં ફાયદાકારક છે. સફેદ વિનેગરને ઉધઇ થયેલી જગ્યા કે ફર્નિચર પર વિનેગર છાંટવાથી ઉધઇથી રાહત મળે છે.
ઉધઈને દૂર કરવાનો સૌથી આસાન ઉપાય ધૂપ છે. ફર્નિચરમાં ધૂપ રાખવાથી ફર્નિચરમાં ઉધઈથી થતી નથી અને સુરક્ષિત રહે છે. જો ફર્નીચરમાં ઉધઈ લાગી જાય તો પણ તેમાં 3-4 દિવસ ધૂપ રાખવાથી ઊધઈ નાશ પામશે. ઉધઈથી બચવા માટે રાસાયણિક દવાનો પણ ઉપયોગ કરી શકાય છે. આમાં નેપથલીનની ગોળી સૌથી સારો વિકલ્પ છે. નેપથલીનની 2-3 ગોળીઓ ફર્નીચરમાં મૂકી દો તો ઉધઈના કીડા મરી જશે.