વડોદરા નવલખી ગેંગરેપનો આવ્યો ચુકાદો, ગુનેગારોને ફટકારવામાં આ સજા
વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં સગીર બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓને લઈને મોટી જાણકારી સામે આવી છે. કોર્ટ દ્વારા સગીર બાળકી પર દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. કોર્ટે દ્વારા 14 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચરનાર કિશન માથાસુરીયા અને જશા સોલંકીને સજા ફટકારવામાં આવી છે.
નોંધનીય છે કે, નવેમ્બર 2019 માં આ દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેનો 26 મહિના બાદ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટમાં આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી. તેમ છતાં કોર્ટ દ્વારા અરજીને સ્વીકારવામાં આવી નહોતી પોતાનો નિર્ણય જાળવી રાખ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પોક્સો કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા આરોપીઓને હાજર કરવામાં આવ્યા અને જજ આર.ટી. પંચાલે તેમને દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જજ દ્વારા વર્ચ્યુઅલ પદ્ધતિથી સુનાવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ચુકાદો કરવામાં આવ્યો હતો. જેમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદ પક્ષ દ્વારા ફાંસીની માંગ કરવામાં આવી હતી પરંતુ પીડિતા જીવિત હોવાના કારણે કોર્ટ દ્વારા આ માગણી સ્વીકાર કરવામાં આવ્યો નહોતો.
આ ઘટનાની વાત કરવામાં આવે તો 28 નવેમ્બર 2019 ના રોજ 14 વર્ષની છોકરી તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠેલી હતી. તે દરમિયાન કિશન માથાસુરીયા અને જશો સોલંકી નામના વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા અને સગીરાના મંગેતરને તે બંનેએ ધમકાવીને ભગાડી દીધો હતો. ત્યાર બાદ સગીરાને ઝાડીમાં લઈને દુષ્કર્મ આચર્યું હતું. આ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ પોલીસ દ્વરા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ કેસમાં ૨૬ મહિના બાદ ગુનેગારો સજા ફટકારવામાં આવી છે.