ભારતમાં 12-18 વર્ષના બાળકોને પણ મળશે કોરોનાની આ રસી…..
ભારત સરકાર દ્વારા 12-18 વર્ષની ઉમરના માટે Corbevax વેક્સીનને અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે. DCGI દ્વારા 12-18 વર્ષની ઉમરનાના બાળકો માટે Biological E ની કોરોના વેક્સીન Corbevax ને અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે.
Biological E દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “કોવિડ-19 સામે ભારતની પ્રથમ સ્વદેશી રૂપથી વિકસિત રિસેપ્ટર બાઈન્ડીંગ ડોમેન (RBD) પ્રોટીન સબ-યુનિટ વેક્સીન Corbevax ને 12 થી 18 વર્ષની ઉમરના વર્ગ માટે ભારતના ડ્રગ રેગ્યુલેટર દ્વારા કટોકટી સમયે મંજૂરી આપી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં ભારત સરકાર દ્વારા ગયા વર્ષે બાયો લોજિકલ ઈની Corbevax ને મંજૂરી આપી દેવામાં આવી હતી. તેમ છતાં આજે તેને ડીસીજીઆઈની અંતિમ મંજૂરી પણ મળી ગઈ છે. આ રસી 12-18 કેટેગરીના લાભાર્થીઓને આપવામાં આવશે. આ અગાઉ દેશમાં માત્ર 15-18 વર્ષ કે તેથી વધુ ઉમરના લાભાર્થીઓને જ કોરોનાની રસી આપવામાં આવતી હતી.
નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા Corbevax ના 5 કરોડ ડોઝ ખરીદવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. જેની કિંમત 145 રૂપિયા હશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં હૈદરાબાદ સ્થિત કંપની Biological E. Limited ની Corbevax રસીને કોરોનાના બૂસ્ટર ડોઝ માટે ટ્રાયલ માટે મંજૂરી મળી હતી.
કંપનીની યોજના દર મહિને 7.5 કરોડ ડોઝ બનાવવાની છે. કંપનીનું કહેવું છે કે ફેબ્રુઆરી 2022થી તે દર મહિને 10 કરોડથી વધુ રસીના ડોઝનું ઉત્પાદન કરશે.