ક્રાઇમગુજરાત

પોલીસે હંગામો મચાવતાં આરોપીઓને આપી અનોખી સજા, ધમકી આપનારને ત્યાં લઇ જઈને કરાવ્યું આ કામ…

પોલીસે હંગામો મચાવતાં આરોપીઓને આપી અનોખી સજા, ધમકી આપનારને ત્યાં લઇ જઈને કરાવ્યું આ કામ...

દેશમાં હાલમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે જેના કારણે સામાન્ય જનતા પણ હેરાન થઇ ગઈ છે અને આવા લોકો પોલીસના માથાવાનો દુઃખાવો બની રહ્યા છે ત્યારે હવે પોલીસ પણ આવા આતંક મચાવતા લોકોને પાઠ ભણાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે અને લોકોને કડક સજા પણ આપી રહી છે ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકીત થઇ જશો. જો કે પોલીસે ચાકૂની અણીએ હેરાન કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

જોકે એક હોટલમાં ખાવાના મામલે વિવાદ થયો હતો અને આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને આ આરોપીની ઘરપકડ કરી લીધી હતી, અને ત્યારબાદ આ બદમાશોનું સરઘસ કાઢ્યું હતું, જો કે પોલીસે માત્ર આટલું જ નથી પરંતુ જે હોટલમાં ખાવાને લઈને વિવાદ થયો હતો ત્યારે તેમને લઇ જઈને આ આરોપીને હોટલના બધા એઠા વાસણો સાફ કરાવ્યા હતા. અને તેમને પાઠ ભણાવ્યો હતો. પોલીસ આરોપીઓને પોલીસ સ્ટેશનથી પગપાળા એ જ હોટલમાં લઈ ગયા હતા. આ ઉપરાંત પોલીસે આ બદમાશોને હોટેલ માલિકની માફી પણ મંગાવી હતી. સાથે સાથે સીટ-અપ કરતી વખતે ગુંડાગીરી નહીં કરવાના સોગંધ પણ પોલીસે ખવડાવ્યા હતા. અને તેમને ઉઠક-બેઠક પણ કરાવી હતી.

આ ઘટના ઈન્દોરના ખજરાનામાંથી સામે આવી છે જેમાં પોલીસે 6 દિવસ પહેલા ઠંડી રોટલી ખવડાવતાં હોટલમાં ચાકૂના દમ પર હંગામો મચાવનારા બદમાશોને આ પાઠ ભણાવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના હોટલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જે CCTV કેમેરાના આધારે પોલીસે આ બદમાશોને પકડી લીધા હતા.

આ હંગામામાં બદમાશ રફીક પરદેશી ઉર્ફે પાઉડર સાથે ત્રણ યુવકો હોવાનું જાણવવામાં આવ્યું છે. આમાં તેના બે પુત્રો છોટુ ઉર્ફે ફરીદ અને આસિફ સાથે એક સગીર પણ શામેલ હતો. જો કે પોલીસના જણાવ્યા અનુસાર રફીક પરદેશી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ગયેલ છે.

[quads id=1]

Related Articles

Back to top button