ગુજરાત

સરકારે રાજ્યના સસ્તા અનાજના દુકાન ધારકોને લીધો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને આપવામાં આવનાર કમીશનમાં દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું અમલીકરણ તા. ૧ લી જાન્યુઆરી ૨૦૨૨ થી કરાશે.

શિક્ષણ મંત્રી અને રાજ્યના પ્રવક્તા જીતુભાઇ વાઘાણી દ્વારા આ તેના વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વાજબી ભાવના દુકાન સંચાલકોના એસોસીએશનની સાથે વિવિધ પદાધિકારીઓ તરફથી કમિશન વધારો કરવાની માંગને જોતા મુખ્યમંત્રી દ્વારા તેને લઈને વિચારણા કરવામાં આવી હતી. જેના લીધે મુખ્યમત્રી દ્વારા તેમના સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના કમીશનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ સિવાય તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ દ્વારા રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ ધારકોને અનાજ આપવામાં આવી રહ્યું છે. જેમાં “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અર્તગત રાજયના હાલ કુલ ૭૦ લાખ રેશનકાર્ડધારકો અને ૩ કરોડ ૪૫ લાખ જનસંખ્યાને દર માસે આશરે ૧૭૦૦૦ થી વઘુ સસ્તા અનાજની દુકાનો મારફતે ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રીફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવશે. જ્યારે આ વિતરણની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા NIC દ્વારા વિકસાવેલ સોફટ્વેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ ૫ઘ્ઘતિથી અમલીકરણ કરવામાં આવશે.

નીચે મુજબ રેશનકાર્ડધારકોને મળશે સસ્તું અનાજ
– ઘઉં/ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.૪૨ નો વઘારો કરીને હવે રૂ.૧૫૦ પ્રતિ કિવ. કમિશન આપવામાં આવશે
– તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.૧.૯૨ નો વઘારો કરતાં હવે રૂ.૩ પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે.
– ખાંડમાં પ્રતિ કિવ. હાલના કમિશનને ઘઉં-ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.૯૦ નો વઘારો કરતાં હવે રૂ.૧૫૦ પ્રતિ કિવ. કમિશન મળશે.
– મીઠામાં પ્રતિ કિવ. હાલના કમિશનને પણ ઘઉં-ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.૧૨૫ નો વઘારો કરતાં હવે રૂ.૧૫૦ પ્રતિ કિવ. કમિશન અપાશે.
– ખાઘતેલમાં પ્રતિ પાઉચ લીટર હાલના કમિશનમાં રૂ.૨ નો વઘારો કરતાં હવે રૂ.૫ પ્રતિ પાઉચ/ લીટર કમિશન અપાશે.
તેની સાથે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂ.૩૧ કરોડ તથા આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં વાર્ષિક ખર્ચમાં રૂ.૧૩૦ કરોડનો વધારાનો ખર્ચ થવાની શક્યતા રહેલી છે.

[quads id=1]

Related Articles

Back to top button