ગુજરાત

તલાટી કમ મંત્રીની ભરતીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાની લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા આ પરીક્ષાને લઈને ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન પસંદગી મંડળે ઉમેદવારોની માંગને જોતા ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ ઓનલાઇન અરજી કરવાની તારીખ 15 ફેબ્રુઆરી હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓ માટે તારીખ લંબાવતા તેને 17 ફેબ્રુઆરી સુધીની કરી દેવામાં આવી છે.

ગુજરાત મંડળ મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 28 જાન્યુઆરીના કરવામાં આવી હતી. અને તેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રહેલી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. તેને જોતા જોતા ઓનલાઇન અરજીની તારીખ લંબાવીને તેને 17 ફેબ્રુઆરીની કરી દેવાઈ છે. જ્યારે જે વિદ્યાર્થીને પોસ્ટ ઓફિસના માધ્યમથી દ્વારા ફી ભરવાની છે તેની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી કરી દેવાઈ છે.

નોંધનીય છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવેલ છે. આ પરિક્ષા માટે લાખો ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી છે. ઉમેદવારો પરીક્ષા માટે OJAS એપ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ત્યારબાદ જે લોકોને ફ્રી ભરવાની હોય તે ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જઈને ફી ભરી શકશે.

[quads id=1]

Related Articles

Back to top button