Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ક્રાઇમગુજરાતસમાચાર

પૂર્વ DGPની કરવામાં આવી ધરપકડ, ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આપ્યા હતા અનેક અહેવાલો

પૂર્વ DGPની કરવામાં આવી ધરપકડ, ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આપ્યા હતા અનેક અહેવાલો

2002ના રમખાણો પછી નરેન્દ્ર મોદી સરકારના શાંતિના દાવાઓને પડકારનાર ગુજરાત પોલીસના IPS પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમાર. આ સાથે, રમખાણોમાં સરકારી એજન્સીઓ અને તોફાનીઓ વચ્ચેની કથિત મિલીભગતની વાત કરવામાં આવી હતી, જેના કારણે તેમને પદ પરથી હટાવવી દેવામાં આવ્યા હતા અને સેવા દરમિયાન પ્રમોશનનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.

અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે ગુજરાત પોલીસના 75 વર્ષીય ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ (DGP) આરબી શ્રીકુમારની તેમના ગાંધીનગરના નિવાસસ્થાનેથી બનાવટી અને ગુનાહિત કાવતરાના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી હતી. ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયે તેમની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યાના એક દિવસ બાદ જ આ વાત સામે આવી હતી. ગુજરાત રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી SIT દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી મોદીને આપવામાં આવેલી ક્લીનચીટના આધારે કોર્ટે આ ટિપ્પણી કરી છે.

તિરુવનંતપુરમ, કેરળના વતની, શ્રીકુમાર 1971 બેચના IPS અધિકારી છે. એપ્રિલ 2002માં મોદી દ્વારા તેમને એડિશનલ ડીજીપી (ઇન્ટેલિજન્સ)નો હવાલો આપવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે ગુજરાત 27 ફેબ્રુઆરીએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવી દેવાયા બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. રાજ્ય સરકાર સાથે શ્રીકુમારનો પ્રથમ મુકાબલો ત્યારે થયો જ્યારે તેમણે તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર જેએમ લિંગદોહને એક અહેવાલ સુપરત કર્યો જેમાં જણાવ્યું હતું કે રમખાણોને કારણે ગુજરાતની 182 વિધાનસભાઓમાંથી 154 ને અસર થઈ હતી અને રાજ્યમાં લગભગ 1 લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

શ્રીકુમારે સપ્ટેમ્બર 2002માં રાષ્ટ્રીય લઘુમતી આયોગને એક અહેવાલ મોકલ્યો હતો જેમાં મુલાકાત દરમિયાન મોદી દ્વારા કરાયેલા સાંપ્રદાયિક ભાષણ તરફ ધ્યાન દોર્યું હતું. આ અહેવાલ મોકલ્યા પછી તરત જ, શ્રી કુમારને CID (ઇન્ટેલિજન્સ) ના પદ પરથી ADGP (પોલીસ સુધારણા) ના પદ પર સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને તેમની નિવૃત્તિ સુધી આ પદ સંભાળવાનું ચાલુ રાખ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button