ભારત-શ્રીલંકાની વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ટીમમાં આ બે સ્ટાર ખેલાડીની કરવામાં આવી બાદબાકી
ભારત-શ્રીલંકાની વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે રોહિત શર્માને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિત શર્મા હવે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતા જોવા મળશે.
આ બાબતમાં ચેતન શર્મા દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે શ્રીલંકા વિરુદ્ધ થનારી ટી20 સીરિઝ માટે વિરાટ કોહલી, ઋષભ પંત અને શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવેલ છે. શાર્દુલ ઠાકુરને ટેસ્ટમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે.
તેની સાથે આ ટીમમાં ટેસ્ટ ટીમમાં બે સીનિયર ખેલાડીઓ પડતા મુકવામાં આવ્યો છે. જયારે આ ટેસ્ટ સીરીઝમાં ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવેલ છે. ચીફ સિલેક્ટર ચેતન શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બન્ને ખેલાડીઓને આ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યા નથી, તેમણે ઘરેલૂ ક્રિકેટ રમવાની છૂટ અપાઈ છે. તેની સાથે આ બે ખેલાડી સતત ટેસ્ટ મેચમાં ફ્લોપ થઈ રહ્યા હતા.
ભારતીય ટેસ્ટ ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર નિર્ભર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર