મુંબઈ ઇન્ડિયન્સે ઇશાન કિશાન પર આઈપીએલના ઈતિહાસ સૌથી બીજી મોટી બોલી લગાવી, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો?

આઈપીએલ 2022 મેગા ઓક્શનનું આયોજન આજે કાલે તેમ બે દિવસ બેંગલોરમાં કરવામાં આવ્યું છે. જેમાં આજે મેગા ઓક્શનમાં અનેક ખેલાડીઓ માલામાલ થયા છે. એમાંથી એક મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર વિકેટકીપર છે તેમના પર રૂપિયાનો વરસાદ થયો છે. તેમને મુંબઈ ઇન્ડિયન્સે ભારે ભરકમ કિંમત આપીને ખરીધ્યા છે.
તેનું નામ ઈશાન કિશન છે. તે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તે વિકેટકીપિંગ પણ કરે છે. તેના લીધે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા તેના મોટો દાવ રમવામાં આવ્યો છે.
ઈશાન કિશનની વાત કરીએ તો તેની બોલી બે કરોડથી શરૂ કરવામાં આવી હતી. તેના માટે મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા બોલી લગાવવામાં આવી હતી. અંતે મુંબઈ ઇન્ડિયન્સે ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. પરંતુ તેની સાથે યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટતા બચી ગયો હતો, જે ઓક્શનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ભારતીય ક્રિકેટર રહેલ છે. યુવરાજ સિંહને 16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. ઈશાન કિશન માટે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા મોટી બોલી લગાવવામાં આવી હતી. તેમણે હૈદરાબાદને પછાડતા ઇશાન કિશનને પોતાની ટીમમાં સામેલ કરી લીધા હતા.
ઈશાન કિશનનો ટી-૨૦ ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર રહેલો છે. ઇશાન કિશન 104 ઈનિંગમાં 2726 રન બનાવી ચુક્યો છે. તેની સ્ટ્રાઇક રેટ 135 ની રહેલી છે. તે ઓપનિંગ પણ કરતો જોવા મળે છે. આ કારણોસર મુંબઈ ઇન્ડિયન્સે ઈશાન કિશાનને ફરી પોતાની સાથે સામેલ કરવા માટે મોટી બોલી લગાવી દીધી હતી. તે ટી20 વિશ્વકપમાં પણ ભારતીય ટીમના ભાગ પણ હતા.