શ્રીલંકા સામે પ્રથમ ટી-20 માટે લખનૌ પહોંચી ટીમ ઇન્ડિયા, ચાહકોએ શેર કરી તસ્વીરો
ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી ત્રણ મેચની T-20 સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા લખનઉ પહોંચી ગઈ છે. ચાહકો દ્વારા ટ્વીટર પર ખેલાડીઓના લખનૌ પહોંચવાની કેટલીક તસ્વીરો શેર કરવામાં આવી છે.
સિરીઝની બાકીની બે મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ત્રણ મેચની T-20 સીરીઝ બાદ બંને ટીમોને બે મેચની ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ભાગ રહેશે.
ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 4 માર્ચથી મોહાલીમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ 12 માર્ચથી બેંગ્લોરમાં રમાશે. ભારતે T-20 અને ટેસ્ટ બંને ટીમોની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલી, ઋષભ પંત અને શાર્દુલ ઠાકુરને T-20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રોહિત શર્માને T20 અને ODI બાદ ટેસ્ટ ટીમના કેપ્ટન પણ બનાવવામાં આવ્યા છે. જ્યારે જસપ્રીત બુમરાહ બંને ટીમના વાઇસ કેપ્ટન હશે.
શ્રીલંકા શ્રેણી માટેની ભારતીય ટેસ્ટ ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસના આધારે), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર
શ્રીલંકા શ્રેણી માટેની ભારતીય ટી-20 ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, આવેશ ખાન