નીરજ ચોપરાએ બનાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ, પરંતુ ગોલ્ડ મેડલ જીતવામાં થી ચુકી ગયો
નીરજ ચોપરાએ બનાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ, પરંતુ ગોલ્ડ મેડલ જીતવામાં થી ચુકી ગયો

ભારત માટે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. તેમને આ કારનામું ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં 89.30 મીટરનો થ્રો કરીને કર્યું છે. આ દરમિયાન તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો છે. તેણે ગયા વર્ષે માર્ચમાં બનાવેલ પટિયાલામાં 88.07 મીટરનો પોતાનો અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી દીધો છે.
ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સને ટોચની ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાંની એક ગણવામાં આવે છે. જેનું આયોજન 1957 થી દર વર્ષે કરવામાં આવે છે. સ્પર્ધા દરમિયાન નીરજ ચોપરા ઓલિવર હેલેન્ડરને પાછળ રાખીને બીજા સ્થાને રહ્યો હતો. આ દરમિયાન ઓલિવર હેલેન્ડરે 89.93 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ભારતના નીરજ ચોપરા લગભગ દસ મહિના પછી તેની પ્રથમ સ્પર્ધા દરમિયાન પાવો નુર્મી ગેમ્સમાં વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે. તે લગભગ 90 મીટર આંકડાને સ્પર્શ કરવામાં સફળ રહ્યો છે, જેને ભાલા ફેંકની દુનિયામાં ગોલ્ડ મેડલ માનવામાં આવે છે. હાલમાં ગ્રેનાડાનો વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ 86.60 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને છે.
પાવો નુર્મી ગેમ્સ દરમિયાન ચોપરાએ પોતાની શરૂઆત 86.92 મીટરના થ્રો સાથે કરી, ત્યાર બાદ તેણે 89.30 મીટરનો આગળનો થ્રો ફેંક્યો હતો. તેમ છતાં ત્યાર બાદ તેમના આગામી ત્રણ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જ્યારે તેમના છેલ્લા અને છઠ્ઠા પ્રયાસમાં, તેમણે 85.85 મીટરના બે થ્રો કર્યા હતા. ચોપરાના 89.30 મીટર ભાલા ફેંકે તેને વર્લ્ડ સીઝન લીડર્સની યાદીમાં પાંચમા સ્થાને પહોંચાડી દીધા છે.