સુરતમાં મધરાતે એમ્બ્રોઇડરીના ખાતામાં લાગી આગ, ફસાયા 12 કારીગર…..
સુરતમાં અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલ ફૂલપાડાની નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના કારખાનામાં આગ લાગતાં દોડધામ મચી હતી યોગ્ય સમયે ફાયરબ્રિગેડની ટીમ આવી જતાં જવાનોએ રેસ્ક્યૂ કરી 12 જેટલા કારીગરોને લેડર (સીડી)ની મદદથી બહાર કાઢ્યા હતા.
ગઈકાલે રાત્રે બનેલ આ ઘટનામાં કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓની ટીમની કામગીરીને આવકારી હતી. આ આગ વધુ ફેલાય એ પહેલા લોકોનો આબાદ બચાવ કરી આગને કાબુમાં કરી હતી જેની નોંધ લેતા સ્થાનિક લોકોએ ફાયર ટીમને આભાર માની શુભેચ્છાઓ પાઠવી હતી.
ફાયર વિભાગના એક અધિકારી જણાવ્યું હતું જે આગ રાતે લાગી હતી અને ફોન રાત્રે 12 વાગ્યાનો આસપાસ આવ્યો હતો. અશ્વિનીકુમાર ફૂલપાડા પાસે નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના કારખાનામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં લોકોની ભાગદોડ મચી ગઇ હતી અને ઘટનાની જાણકારી કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનમાં કરવામાં આવી હતી અમે ત્યાં અધિકારીઓ ટીમ સાથે પહોંચી ગયા હતા અને અમે આગ પર કાબૂ મેળવીને 12 કારીગરોને બહાર કાઢ્યા હતા.
ફાયર સેફ્ટીના ઓફિસર હિતેશ ઠાકોર જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટથી લાગી હતી અહી સાડીનું કામ થતું હોવાથી પોલિશના મશીનમાં પણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ વોચમેન અને તેની પત્ની બહાર દોડી આવી ગયા હતા, ઉપરના માળમાં રહેતા ઓડિશા કારીગરો હતા જે આગના ધુમાડાથી ગૂંગળાય તે પહેલા જ અમારી ટીમે તેમને સીડીની મદદથી બહાર કાઢી લીધા હતા જેથી કોઈ જાનહાનિ ન થઈ અને રેસ્ક્યૂ સફર થયું હતું.
પરંતુ આ આગને લીધે કારખાનાનો ઘણો સામાન બળી ગયો હતો એક કલાક સુધી અમારી ટીમે સફર રીતે બધાને સહી સલામત રીતે કાઢવામાં સફર થઈ. આ ઇમારત 3 માળની હોવાથી અને કારખાના ચાલતા હોવાથી 12 કારીગરો હતા જેમને અમે બહાર કાઢ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લીધા બાદ આસપાસના લોકોએ રાહત અનુભવી હતી.
અગાઉ પણ આ રીતે જ કતારગામમાં આવેલ નાસિર નગરમાં આગ લાગી હતી જ્યાં પહેલા માળમાં આગ લાગતા આસપાસના લોકો ડરની સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. મકાન માલિક પાછળ અને આગળ ભાડૂત ઘર બંધ કરીને બહાર ગયા હતા લોકોને જાણ થતાં ફાયર બ્રિગેડમાં ફોન કરતાં ઘટના સ્થળે આવી ઘરમાં ફસાયેલ વૃદ્ધ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી આઆગ પર કાબૂ મેળવ્યો હતો.