Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચારસુરત

સુરતમાં નવા કોરોના વાયરસનો પ્રવેશ થયો, વરાછાની કેટલીક સોસાયટી સહિતના વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા

સુરતમાં કોરોના વાઇરસના ઝડપથી ફેલાતા યુકે સ્ટ્રેનના કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના સામાન્ય કેસ પણ ચૂંટણી પછી માથું ઊંચકી રહ્યા છે તેવામાં પાલિકા દ્વારા ખાસ દિશા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. બહાર ગામથી સુરત આવતા લોકો માટે ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપવામાં આવી છે અને ત્યારબાદ જ ઘરે જવું હિતાવહ હોવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. શહેરીજનો કોરોનાની રસીથી વંચિત નહી રહે તે માટે રાત્રીના 10 વાગ્યા સુધી નિયત કરેલા સેન્ટરો પર રસી આપવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો છે.

આ સાથે કોરોનાનું સંક્રમણ વધતા બહારગામથી પરત ફરતા લોકોએ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવીને પોતાના ઘરમાં પ્રવેશ કરવો એવી અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છે. બહારગામથી ફરીને આવેલા વ્યક્તિને કારણે પરીવારના અન્ય સભ્યને ચેપ નહી લાગે તે માટે શહેરમાં પરત ફરેલા લોકોએ પહેલા પ્રાથમિકતાના ધોરણે કોવિડ પરિક્ષણ કેન્દ્રો તેમજ ધનંતરી આરોગ્ય રથ પર કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ પોતાના ઘરમાં પ્રવેશ કરવો તેવી અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છે. 16મી જાન્યુઆરીથી કોરોનાની વેકસિનેશનો આરંભ કરવામાં આવ્યો હતો.

પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇનર વર્કરોને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ 1લી માર્ચથી 60 વર્ષથી વધુ વયના વડીલો તેમજ 45થી 49 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. શહેરીજનો કોરોનાની રસીથી વચિત નહી રહે તે માટે રાત્રીના 10 વાગ્યા સુધી રસી આપવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો છે.

સેન્ટ સેન્ટ્રલ ઝોનમાં કડિયાવાલા અર્બન હેલ્થ સેન્ટર, વરાછા ઝોન એમાં સ્મીમેર હોસ્પટિલ, વરાછા ઝોન બીમાં નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર, રાંદેર ઝોનમાં પાલ હેલ્થ સેન્ટર, ક્લારગા ઝોનમાં કતારગામ હેલ્થ સેન્ટર, ઉધના ઝોનમાં બમરોલી હેલ્થ સેન્ટર, અઠવા ઝોનમાં અલથાણ અર્બન હેલ્થ સેન્ટર અને લિંબાયત ઝોનમાં ભાઠેના અર્બન હેલ્થ સેન્ટર પર રાત્રીના 10 વાગ્યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે પોઝીટીવ કેસનો આંકડો 100ને પાર કરી ગયો છે. સંક્રમણને અટકાવવા માટે ફ્રી શહેરના કેટલા વિસ્તારોને કલસ્ટર કરવાની ફરજ મનપાને પડી છે. પહેલા અસરગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર કરી દેવામાં આવતો હતો. જોકે ત્યારબાદ રજુઆત, ફરીયાદો થતા કલસ્ટર નાનું કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button