Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંસ્વાસ્થ્ય

માનસિક તણાવના કારણે બાળકો થઈ જાય છે ભયભીત, આ લક્ષણો દ્વારા કરો તેની ઓળખ..

બાળકોમાં ભણવાના સ્ટ્રેસ સહિત અન્ય કારણો ના લીધે કેટલાક બાળકો સ્ટ્રેસ નો શિકાર બની જાય છે. આવું લાંબા સમય સુધી રહેવા ને લીધે તે ભયભીત થઈ જાય છે. જો તમારા બાળકો  ની આવી સ્થિતિ છે તો તરત જ ધ્યાન આપી તેમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. ભણતર અને ભવિષ્ય ને લઈને કેટલાય બાળકો પ્રેશર ના કારણે સ્ટ્રેસ માં આવી જતા હોય  છે.

હાલ ની પરિસ્થિતિ માં તેમનું ભણવાનું પણ બરાબર શરૂ નથી આવા માં તેમના પર  એકધારા પડતા પ્રેશર ના લીધે  તેમને સ્ટ્રેસ થાય છે જે તેમને ભયભીત કરી દે છે. અને તેઓ અંદર જ અંદર મુંજાયા કરે છે આવામાં નીચેના કેટલાક લક્ષણો તમને જો નજરે ચડે તો તમે તરત જ ધ્યાન આપી તેમાં સુધાર કરો જેથી બાળક સમય રહેતા જ સ્ટ્રેસ થી બહાર આવી શકે.

જ્યારે બાળક સ્ટ્રેસ ના કારણે ભયભીત થઈ જાય છે ત્યારે તેમના માં કેટલાક લક્ષણો નજરે ચડે છે. જો બાળક માં આવા પ્રકાર નાકોઈ પણ લક્ષણો નજર આવે તો તરત જ તમે તેમને પ્રેમ થી સમજાવી ને તેમને સ્ટ્રેસ માથી બહાર કાઢી શકો છો. આ માટે તમને  પણ આ લક્ષણો જાણકારી હોવી જોઈએ.

કેટલીક વાર વધુ પડતાં સ્ટ્રેસ ના કારણે બાળકો જ્યારે પરેશાન થઈ જાય છે, તો ત્યારે તે આક્રોશ માં આવી જાય છે. તેમને ગુસ્સો આવવા લાગે છે. જો તમારા બાળકો પણ નાની -નાની વાતો પર આક્રોશીત થઈ ઊઠે છે, તેમને ગુસ્સો આવે છે તો તમે તેને પ્રેમ થી સમજાવો. તેમના ગુસ્સા નું કારણ સમજી ને તેનું નિદાન કરો.

કેટલીક વાર બાળકો નું મૂડ સ્વિંગ થઈ જાઇ છે. એટલે કે ક્યારેક તે ખુશ દેખાય છે તો ક્યારેક એક્દમ નિરાશ અને ઉદાસ થઈ જાય છે. તો થોડી થોડી વાર માં ગુમસુમ કે પછી ઉદાસ થયેલા દેખાય છે. તો તમે આમ થવાનું કારણ જાણો અને તેને દૂર કરવાના ઉપાય કરો, તેમને સારું વાતાવરણ આપો.

કેટલીક વાર બાળકો સ્ટ્રેસ માં હોવાને કારણે ગુસ્સા માં નખ ચાવતા નજરે ચડે છે. જો બાળકો માં આ લક્ષણ નજરે ચડે તો તેમને તરત જ નખ ચાવવા ની આ ટેવ થી છૂટકારો દેવડાવવો જોઈએ 

 જો બાળકો ને જો સારી ઊંઘ નથી આવી રહી અને તેઓ ટેન્શન માં દેખાય છે તો તમે તેમના ટેન્શન નું કારણ જાણો, તેનું નિદાન કરો. જેથી તેને ભરપૂર ઊંઘ આવે અને તેઓ સ્વસ્થ રહી શકે. બાળક થાક્યું થાક્યું રહેતું હોય , તેને સારી ઊંઘ ન આવતી હોય તો પણ તમે તેની પર ધ્યાન આપો અને તેને આ ટેન્શન માથી મુક્ત કરો.

જ્યારે બાળક વધુ ટેન્શન માં હોય છે ત્યારે તે ખાવા -પીવા માં પણ બેદરકાર બને છે. તેની ખાવા -પીવા ની આદત માં ફેરફાર થાય છે. જો તમને આ પ્રકાર ના લક્ષણ નજરે ચડે તો તમે તરત જ ધ્યાન આપો કેમ કે આના લીધે બાળકો ના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે અને શક્ય હોય તો તેને ડૉક્ટર ને પણ દેખાડો. 

કોરોના ની પરિસ્થિતિમાં બાળકોને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે, જેમકે ઘરેથી માતા પિતા દ્વારા તેમજ શિક્ષકો દ્વારા વાંચવા માટે આગ્રહ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બાળકોની માનસિક સ્થિતિને આઘાત પહોંચે છે. બાળકોને આ વયમાં મિત્રો સાથે વધુ સમય પસંદ કરતા હોય છે અને મિત્રો સાથે રહીને જ ઘણું શીખતા હોય છે, સમસ્યાના ઉકેલ મેળવવા હોય છે પરંતુ હાલએ બધું જ અટકી ગયું છે અને પરિણામે બાળકો અંદર અંદર ખૂબ અકળાયા છે.

ઘણા બાળકો ઘરના કડક વાતાવરણના લીધે અકળાયા છે, કારણ કે બહાર ક્યાંય જઈ નથી શકતા અને ઘરે સતત સૂચનાઓનો મારો થતો હોય, આસપાસના લોકો પરીક્ષાઓ અંગે અટકળો જણાવ્યા કરતા હોય, પરીક્ષાને લઈને ઘણા લોકો અલગ અલગ સલાહ આપતા હોય વગેરે બાબતોની વચ્ચે બાળકો માનસિક અસ્વસ્થ બન્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button