Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

સોનુસુદના નામ નો ઉપયોગ કરી ને કરતો હતો ઠગાઇ, આવી ગયો રંગેહાથ પોલીસ ના હાથમા

એક્ટર સોનુસુદે કોરોના કાળ દરમિયાન જરૂરિયાતમાંડ લોકો ને ખૂબ મદદ કરી હતી. તેણે ઘણા મજૂરો ને તેમના વતન પરત જવા માટે સુવિધા ગોઠવી આપી હતી. હજી પણ આ એક્ટર ની ચેરિટિ જરૂરિયાત મંદ લોકો ને મદદ કરે જ છે. પરંતુ હાલ માં એક એવો કેસ સામે આવ્યો છે કે એક વ્યક્તિ પોતાને સોનુસુદ ના સલાહકાર ગણાવી ને લોકો ની ઠગાઇ કરતો હતો.

બિહારના મુઝફ્ફરપુરના 23 વર્ષીય આશિષકુમાર સિંહને શનિવારે સાયબરાબાદ પોલીસની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી હતી. હકીકતમાં આરોપી એ અભિનેતા સોનુ સૂદ ના નામથી મદદનું વચન આપીને તેલંગાણાની એક વ્યક્તિ સાથે કથિત રૂપે છેતરપિંડી આચરી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ પોતાને ટ્વિટર પર સોનુ સૂદનો સલાહકાર ગણાવ્યો છે.

ફરિયાદી એ 3 માર્ચ ના રોજ પોલીસ નો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન તેણે જણાવ્યું કે એ તેના રાજ્ય તેલંગાણા માં જરૂરતમંદ લોકો ને મદદ કરવા માગતો હતો. એમા એને ખબર પડી કે સોનુસુદ પણ આવા લોકો ને મદદ કરે છે. એટલે એને સોનું સુદ ની ચેરિટિ કંપની નો નંબર ગોતવા નું શરૂ કર્યું અને તેને એક નંબર મળતા તેના પર આ ફરિયાદી વ્યક્તિ એ ગરીબ લોકો ની મદદ માટે વાત કરી.

તેલંગાણા ના આ ફરિયાદી એ પોલીસ ને વધુ માં જણાવ્યું કે ફોન ઉપાડવા વાળા વ્યક્તિ એ સોનુસુદ ના સલાહકાર તરીકે પોતાની ઓળખ આપી. તેમણે તેલંગણાના વ્યક્તિને મદદની ખાતરી આપતા કહ્યું કે સોનું  સુદ 50 હજાર રૂપિયા દાન કરશે, પરંતુ તેને બદલે નોંધણી ફી તરીકે 8 હજાર 300 રૂપિયા ચૂકવવા પડશે.

ત્યારબાદ થોડા દિવસ પછી, આરોપીએ તેલંગાણામાં તે વ્યક્તિને ફોન કરી ને કહ્યું કે સુદે હવે મદદ માટે 3 લાખ 60 હજાર રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે, પરંતુ આ માટે 60 હજાર રૂપિયાની નોંધણી ફી ચૂકવવી પડશે.

તેલંગાણાના વ્યક્તિને ફોન પર આટલી મોટી રકમ સાંભળતાંની સાથે છેતરપિંડીની શંકા ગઈ, કારણ કે આરોપીની માંગ દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં તેણે આ કેસ અંગે પોલીસ ફરિયાદ કરી હતી, ત્યારબાદ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે જ્યારે લોકો આરોપીની મદદ માટે સંપર્ક કરતા ત્યારે તે તેમને તેમની ઓળખ પંકજસિંહ ભાદોરીયા કહેતો હતો. અને લોકોને આ નામના નકલી ઓળખ કાર્ડ મોકલતો હતો. આથી લોકો તેના પર વિશ્વાસ કરતાં અને પૈસા મોકલતા. આરોપીઓ તેમને ખાતરી અપાવતા હતા કે તેઓને મદદ મળશે અને તેમના નાણાં પરત કરવામાં આવશે.

અભિનેતા સોનુ સૂદને પણ ધરપકડ વિશે ખબર પડી, ત્યારબાદ તેણે કહ્યું, ‘મારા દ્વારા ચલાવવામાં આવતી ચેરિટિ ના ભળતા નામ થી સક્રિય ગેંગથી લોકોને સાવચેત રહેવાની જરૂર છે. હું લોકોને વિનંતી કરું છું કે દાન માટે આવેલી આવી અરજીઓ ની સાથે ચીટિંગ ના કરો’

[quads id=1]

Related Articles

Back to top button