Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

અમદાવાદ માં લાંચ લેતા અધિકારી એસીબી ની સફળ ટ્રેપ માં પકડાયા.

લાંચ લેતા ભ્રષ્ટાચારી અધિકારીઓ ને પકડવા માં મળેલ સફળતા નો વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે. ચાઈના થી આયાત કરેલ 1.5 કરોડ ના માલ ની ઈનપુટ ટેક્સ ક્રેડિટ પ્રોસેસ કરવા માટે 1.5 લાખ ની લાંચ લેતા સંયુક્ત કમિશનર અને કેન્દ્રીય જીએસટી ( માલ અને સેવાઓ કર ) વિભાગના સુપરિન્ટેન્ડન્ટને  એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ના અધિકારીઓએ શુક્રવારે સાંજે પકડી પાડ્યા હતા.

લાંચ માંગનાર આરોપી અધિકારી જોઇન્ટ કમિશનર નીતુ સિંહ અને અધીક્ષક પ્રકાશ યશવંત આનંદનગરમાં સીજીએસટી કચેરીમાં કામ કરે છે. એસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સંયુક્ત કમિશનર નીતુ સિંહ 1 લાખ રૂપિયા અને સુપરિન્ટેન્ડન્ટ પ્રકાશ યશવંત 50,000 રૂપિયા લાંચ લેવાના હતા.

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ના અધિકારીએ જણાવ્યું હતું કે આ અધિકારીઓએ લાંચ માંગતા ફરિયાદીએ હેલ્પલાઈન નંબર દ્વારા એસીબીનો સંપર્ક કર્યો હતો અને વર્ગ 1 અધિકારી અને અધીક્ષક સમાધાન લાવવા લાંચ માંગે છે એવી ફરિયાદ કરી હતી. ”એસીબી અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી એ ચીન માંથી કેટલીક કાચી સામગ્રી આયાત કરી હતી, જેના પર સીજીએસટી વિભાગ રૂ. ૧.5 કરોડના ઇનપુટ ટેક્સ ક્રેડિટ પર પ્રોસેસ કરવાની હતી.

આ માટે ફરિયાદી સીજીએસટી અધિકારીઓની પાસે રૂબરૂ જતા અધિકારીઓએ ફરિયાદી પાસેથી પૈસાની માંગ કરી હતી.એસીબી  અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આરોપી આદિકરીઓ એ હોળીનો તહેવાર આવતો હોવાથી  શરૂઆત 1.5  લાખ માંગ્યા હતા અને બાકી ની લાંચ રૂ.3.5 લાખ હોળી બાદ માં ચૂકવવાની હતી.

ફરિયાદી એસીબી પાસે આવ્યા બાદ એજન્સી સૂત્રોએ છટકું ગોઠવ્યું હતું અને જ્યારે પ્રકાશ યશવંત તેને લેવા માટે આવ્યા ત્યારે તેને રંગે હાથ પકડી પડ્યો હતો . ત્યારબાદ એસીબી અધિકારીએ ફરિયાદને  સંયુક્ત કમિશનર સિંઘ સાથે વાત કરવા કહ્યું, ફરિયાદીએ જ્યારે ઉપરી અધિકારી સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તે કોવિડ માટે રસી લેવા ગયા છે એટલે તેનો લાંચ નો હિસ્સો યશવંતને આપી દેવા કહ્યું. આ કેસમાં વધુ પુરાવા એકઠા કરવા માટે એસીબીની ટીમે સીજીએસટી ઑફિસની પણ તલાશી લીધી હતી.

મિત્રો જો તમને પણ આવા કોઈ ભ્રષ્ટાચારી અધિકારી નો સામનો થાય તો તરત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ના અધિકારી નો સંપર્ક કરો. જેથી આપણે દેશ માં ભ્રષ્ટાચાર રોકવામાં મદદ મળે અને આવા લાંચિયા અધિકારીઓ બીજી વાર કોઈક પાસે લાંચ માંગે નહીં .

 

 

 

 

 

 

[quads id=1]

Related Articles

Back to top button